Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જેતપુર તાલુકાની ચાંપરાજપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવથી ૧૯ કન્‍યા ૧૫ કુમારનું નામાંકન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૮ : તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવના ત્રણ દિવસ દરમિયાન ૪૬ ગામોમાં શાળા પ્રવેશોત્‍સવમાં ૬૨૦ કુમાર અને ૫૧૮ કન્‍યા સહિત ૧૧૩૮ બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરાવવામાં આવ્‍યું હતું તાલુકાના તમામ ગામોમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો અને આ ગામો માં રાજય સરકારના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી પદાધિકારી ઓની ઉપસ્‍થિતિ માં શાળા ઓ માં વાજતે ગાજતે બાળકોને અભ્‍યાસ અર્થે બેસાડવામાં આવ્‍યા હતા.આ સંદર્ભે તાલુકાના ચાંપરાજપુર ગામે કુમાર શાળા અને કન્‍યા શાળામાં પણ પ્રવેશોત્‍સવ યોજાયો હતો જેમાં પોલ્‍યુશન બોર્ડના જિલ્લા અધિકારી બી એમ મકવાણા અને મામલતદાર કે.એમ અધેરા વગેરેની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો હતો.

 જેમાં મામલતદાર કે.એમ અઘેરા તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે શાળાઓઓમાં પ્રવેશ મેળવતા બાળકોનું શિક્ષકોના આર્થિક સહયોગથી પ્રાપ્ત થયેલ શિક્ષણ કીટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી કુમાર શાળા તેમજ કન્‍યાશાળા ની ધોરણ ૧ થી ૮ માં પહેલા નંબરે પાસ થયેલા બાળકોનું ગામના સરપંચ વિજયભાઈ આંબલીયા તેમજ આગેવાનો હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું કાર્યક્રમ માટે આચાર્ય અનિતાબેન ડઢાણીયા, મનિષાબેન તથા બંને શાળાના સ્‍ટાફ દ્વારા મહેમાનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(9:48 am IST)