Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

કચ્છમાં ૧૦ કેસ સાથે છઠ્ઠા દિવસે કોરોના વિસ્ફોટ: બે મહિલા, એક બાળક અને ૭ પુરુષને કોરોના પોઝિટિવ

બીએસએફ ભુજ કેમ્પસમાં ૪ જવાન, ગાંધીધામમાં જજના પત્ની અને પુત્ર, સહીત 10 કેસ નોંધાયા

કચ્છમાં  કોરોનાનો કહેર સતત ચાલુ રહ્યો છે. આજે દસ દર્દીઓ વધતાં કુલ આંકડો દોઢસોને પાર થઈને ૧૫૩ થયો છે. આજે બીએસએફ ભુજ કેમ્પસમાં ૪ જવાન, ગાંધીધામમાં જજના પત્ની અને પુત્ર, બીદડામાં પુરુષ, નાના કપાયામાં મહિલા, ધ્રબ વાડી વિસ્તરમાં પુરુષ સહિત કુલ બે મહિલા, એક બાળક અને ૭ પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કચ્છની કોરોનાની આંકડાકીય માહિતી
કુલ દર્દીઓ ૧૫૩ થયા છે જેમાં સાજા થયેલા ૯૮ છે જયારે  સારવાર હેઠળ ૪૭ દર્દીઓ છે અને
મૃત્યુ પામનાર ૮ દર્દીઓ છે

(9:06 pm IST)