Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

લાઠી અને જરખીયામાં કોરોનાનો કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ દોડતું થયું :સેનેટાઇઝ કરાયું

બન્ને સ્થળે સેનીટાઈઝર અને કન્ટેનમેન્ટ તેમજ બફર ઝોનની કાયૅવાહી હાથ ધરી

લાઠી અને જરખીયા માં એક એક કેસ પોઝિટિવ.આવતા આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બન્ને સ્થળે સેનીટાઈઝર અને કન્ટેનમેન્ટ તેમજ બફર ઝોનની કાયૅવાહી હાથ ધરી હતી .
લાઠી શિવાજી ચોકમાં રહેતા વાગડીયા આહિર પુરુષ ઉંમર વર્ષ ૪૬ લાઠીથી સુરત ગયેલ અને તા.૨૦-૬-૨૦ ના રોજ પરત આવેલા.બે ત્રણ દિવસ પહેલા અમરેલી દાખલ કરેલ જેનો રીપોટ પોઝિટિવ આવેલ છે.
લાઠી તાલુકાના જરખીયા ગામના દેવમુરારી પુરુષ ઉંમર વર્ષ ૩૨ સુરત કૌટુંબિક કામે ગયેલ ત્યાંથી અન્યના સંપર્ક માં આવેલ હતાં અને તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ જેનો કેસ પોઝિટિવ આવેલ.છે  લાઠીમાં કુલ ચાર કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

(8:44 pm IST)