Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકામાં વધુ બે કેસ પોઝીટીવ નોંધાયા : વૈભવનગર ગામ ના પિતા પુત્ર બાદ આજે એજ પરિવારના માતા પુત્રનો રીપોટૅ પોઝીટીવ

જામકંડોરણા:: રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકામાં વધુ બે કેસ પોઝીટીવ નોંધાયા છે ગઈકાલે પિતા પુત્ર ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે એજ પરિવારના માતા પુત્રનો રીપોટૅ પોઝીટીવ આવ્યા છે.

જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે રહેતા રમીલાબેન શાંતિલાલ ચોવટીયા (ઉ.વ.૪૫) અને તેના પુત્ર નયન શાંતિલાલ ચોવટીયા(ઉ.વ.૨૧) નો કોરોના રીપોટૅ પોઝીટીવ આવ્યો છે.

 આ સાથે વૈભવનગર ગામે કુલ ચાર પોઝીટીવ કેસ થયા અને જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમા કુલ દશ પોઝીટીવ કેસ થયેલ છે.

(8:01 pm IST)