Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

કચ્છમાંથી રૂ.૧૧.૮૦ લાખનો દારૂ ઝડપાયો

ભુજ તા.ર૮ : જે.એન.પંચાલ ઇ.પો.અધિ.પશ્ચિમ કચ્છ-ભુજનાની સુચનાથી માંડવી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. વી.એચ.ઝાલા તથા એ.એસ.આઇ. દિનેશભાઇ એમ.ભટ્ટી તથા પો.હેડ. કોન્સ. ગોપાલભાઇ ડી.મહેશ્વરી તથા પો.કોન્સ. સુરજભાઇ પી.વેગડા તથા પો.કોન્સ. જગદીશભાઇ એસ.ચૌધરી તથા પો.કોન્સ. ચેતનભાઇ એલ.રબારી તથા પો.કોન્સ. ઉદીતભાઇ એસ.રાજગોરએ રીતેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પુનડી ગામે મળેલ હકિકત આધારે વોચમાં હતા.

બુટલેગર સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે.બીદડા વાળો ટ્રક નં જી.જ.ે૧ર યુ.૯૮૧૦ વાળીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો નીકળતા મજકુરને ટ્રક તથા ઇંગ્ીશ દારૂની પેટી નં.ર૪૬ બોટલ નં.ર૯પર કિ. રૂ.૧૧,૮૦,૮૦૦ ના ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ તેમજ ટ્રક, તાલપત્રી રતેમજ મોબાઇલ મળી કલ રૂ. ર૧,૮૬,૩૦૦ ના મુદામાલ સાથે પકડી આ ઇંગ્લીશ દારૂનો જથ્થો આપનાર અશોક ઉર્ફે પપ્પુ બિશ્નોઇડ રહે. સાંચોર (રાજસ્થાન) તથા મલ મંગાવનાર યુવરાજસિંહ વજુભા જાડેજા, રહે.ત્રગડી, તા.માંડવી વાળા તથા ઘનશ્યામસિંહ જાડેજા, રહે.કણઝરા, તા.મુન્દ્રા વાળાઓ વિરૂદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરવામાં આવેલ છે.

તેમજ આરોપી સહદેવસિંહ માંડવી, નલીયા, મુન્દ્રા તથા સુરેન્દ્રનગર જીલ્લાના લખતર અને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાબા સમયથી નાસતો ફરતો હોઇ આગળાની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:17 pm IST)