Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ટોરસ ટ્રકમાંથી સવા બે લાખનો દારૂ કબ્જેઃ બે શખ્સ ઝડપાયા

વઢવાણ તા.૨૮: ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસેથી આરોપી હરેન્દ્રસિંહ શીવુભા જાડેજા રહે.બાલંભડી તા.જી જામનગર, સીદીક અબ્બાસ ખફી રહે.મસીતીયાના કબજાની ટોરસ ટ્રક નં.જીજે.૧૧.વાય.૫૯૭૭ માંથી દારૂની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૧,૨૦,૦૦૦ તથા બીયર ટીન નંગ-૯૬૦ કિરૂ.૯૬,૦૦૦ તથા ટોરસ ટ્રક કિ.રૂ.૭,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૯,૧૮,૦૦૦નો મુદામાલ કબ્જે કરી એ.એસ.આઇ. સંજયસિંહ વાળાની ફરીયાદ આધારે પો.સબ.ઇન્સ, કે.કે.ગોહીલે કાયદેસરનું કાર્યવાહી કરેલ છે.

સદરહુ ઇંગ્લીશ દારૂબીયરનો જથ્થો મંગાવનાર સવદાસભાઇ હમીરભાઇ ચાવડા રહે.જામનગર,પરેશભાઇ રહે.હાપા તથા મુકેશભાઇ રહે.સીક્કા તેમજ દારૂ સપ્લાય કરનાર સુરેશ ઉર્ફે મુન્નો રહે.દમણ વાળાને ફરાર જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ,ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:32 am IST)