Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રાજુલાની રાભડા અને દાધિયાણીની ઘાણો નદીમાં પુર: રાજુલા અને સાવરકુંડલા પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ

-રામોદ, સતાપરા, સાંઢવાયા, કરમાળ કોટડામાં 2 ઈંચ વરસાદ: ગોંડલના શ્રીનાથગઢ, કમઢીયા-કેશવાળાધોધમાર વરસાદ

 

રાજકોટ :અમરેલીના રાજુલાના રાભડા ગામની સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નદીમાં પુર આવ્યું છે,હંમેશા સુકી ભઠ રહેતી નદીમાં પુર આવતા લોકો જોવા ચઢ્યા હતા.સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. દાધિયાણીની ઘાણો નદીમાં પુર આવ્યું છે, આસપાસના ગામોમાં લગભગ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. વિજપડી, ખડસલી, છાપરી, ડેડકડી, હાડીયા, દાઘિયા, જેસર રોડ, ભમોદરા, જડકલા, શેલાણા સહિતના ગામડાઓમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે.

  રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ સહિતના ગામોમાં તો 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે રાજકોટના કોટડા સાંગણીના રામોદ, સતાપરા, સાંઢવાયા, કરમાળ કોટડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલના શ્રીનાથગઢ, કમઢીયા-કેશવાળા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે વોંકળા, ચેકડેમો ઓવરફ્લો થયા છે. કેટલીએ જગ્યાએ વીજળી ગુલ પણ થઈ ગઈ છે.

(9:31 pm IST)