Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પોરબંદરની ઓરીયન્ટ એબ્રેસીવમાં લોક આઉટઃ ૧ર૦૦ કામદારો બેકાર

કામદારોની વિવિધ માંગણી પ્રશ્ને યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચેની મીટીંગ મોડી રાત્રીના નિષ્ફળઃ ગઇકાલની નાઇટ સીફટથી કામ બંધઃ પોલીસ બંદોબસ્ત

પોરબંદર, તા., ૨૮: જીઆઇડીસીમાં ઓરીયન્ટ એબ્રેસીવ કંપનીના કામદારોની લાંબા સમયની વિવિધ માંગણી અંગે સમાધાનકારી રસ્તો કાઢવા કામદાર યુનિયન અને કંપની મેનેજમેન્ટ વચ્ચે ગઇકાલે મોડી રાત્રી સુધી ચાલેલી મીટીંગ નિષ્ફળ જતા કંપનીમાં લોકઆઉટ જાહેર કરી દેવામાં આવેલ છે.

ઓરીયન્ટ એબ્રેસીવ કંપનીમાં લોકઆઉટ જાહેર કરી દેવામાં આવતા ગઇકાલે નાઇટ સીફટથી કંપનીનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે સવારથી જનરલ સીફટના કામદારોને કંપનીમાં આવવા દેવામાં આવેલ નહી. કંપની પાસે પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે.

કંપનીમાં લોક આઉટ  જાહેર કરવામાં આવતા કાયમી અને કોન્ટ્રાકટ કામના ૧ર૦૦ કામદારો બેકાર બની ગયા છે. કામદારોએ આજે સવારે તેમની માંગણી અને હક્ક હિસ્સા માટે ફેકટરી સામે દેખાવો કર્યા હતા.

(3:48 pm IST)