Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મોરબીનાં ખાનપર-કોયલી રસ્‍તા ઉપર ગાબડા : વાહનચાલકો હેરાન

મોરબી તા.૨૮ : મોરબી તાલુકાના ખાનપરથી કોયલી ગામ સુધીના રોડ પર જયાં ત્‍યાં ગાબડા પડેલ હોઇ તેમજ ધુળીયો રસ્‍તો હોયને વાહન ચાલકોને ભારે હેરાનગતિ થઇ રહી છે.

શકતશનાળાથી ખાનપર ગામ સુધીનો રર કી.મી.નો રસ્‍તો જેનાપર ડામરપટી રોડ છે. જયારે ખાનપરથી કોયલી ગામ સુધીનો રસ્‍તો કાચો બિસ્‍માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હેરાનગતિ થઇ રહી છે. આ રસ્‍તો રિપેર કરવા અનેકાનેક વખત રજૂઆતો થતી રહી છે, પણ મોરબી જિલ્લા પંચાયતનું બાંધકામ ખાતુ કયા કારણસર દાદ આપતું નથી.

ખાનપરથી કોયલીનો ૪ કીમી.નો રસ્‍તો કાચો હોઇ (ધુળીયો) ડામર પાથરવા ગ્રામજનો છેલ્લા ૧૫-૧૫ વર્ષથી માંગણી કરી રહ્યા છે.

(11:26 am IST)