Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

માળીયાહાટીના મામલતદાર કચેરીનું સ્‍થળાંતર મોકુફઃ પ્રજાની લાગણી માન્‍ય

સાંસદ રાજેશભાઇ ચુડાસમાની રજુઆત બાદ ત્‍વરીત નિર્ણય

માળીયાહાટીના તા. ૨૮: અત્રેની મામલતદાર કચેરી હાલ છે તે જગ્‍યાએ સ્‍ટેમ્‍પવેન્‍ડરો, એડવોકેટો, ઝેરોક્ષ, સ્‍ટેશનરી, અલ્‍પાહાર, તેમજ તાલુકા પંચાયત કચેરી, સબ રજીસ્‍ટ્રાર ઓફીસ, પોસ્‍ટ, બેન્‍કો, બસસ્‍ટેન્‍ડ તેમજ માલલતદારશ્રીનું કવાર્ટર સહિતની સંર્પણ સુવિધા હોય તેમજ હાલની મામલતદાર કચેરીની જગ્‍યા વિશાળ હોય તદઉપરાંત મામલતદાર કચેરીને અડીનેજ સરકારશ્રી હસ્‍તકની વિશાળ જમીન હોય તેમજ આ વિસ્‍તારની પ્રજાની ઘણા સમયની ન્‍યાયી માંગણીને ન્‍યાય અપાવવા અગાઉ થયેલ આંદોલન સમયે તંત્ર તરફથી હાલની મામલતદાર કચેરીની જગ્‍યાએ જ નવી મામલતદાર કચેરીનું નિર્માણ થશે તેવી ખાત્રી આપી હતી.

વર્તમાન મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી માળીયા હાટીના મુકામે પધારતા કરીમાબાદ ગ્રાઉન્‍ડમા વિશાળ જનસભામાં મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે મામલતદાર કચેરીનું સ્‍થળાંતર થશે નહી, અને હાલની મામલતદાર કચેરીએજ નવી બિલ્‍ડીંગ નિર્માણ થાશે બાદ બાંધકામ વિભાગ દ્વારા અત્રેની મામલતદાર કચેરીની જગ્‍યાએજ નવી સંપુર્ણ સુવિધાવાળું બિલ્‍ડીંગ બનાવવાનો પ્‍લાન બનાવેલ જે પ્‍લાન મામલતદારશ્રી સમક્ષ રજુ કરતા હાલની જગ્‍યાએ જ નવી મામલતદાર કચેરી બનાવવા માટેના પ્‍લાન મામલતદારશ્રી એ સહી સીક્કા કરી મંજુર કરેલ છે.

પરંતુ ત્‍યારબાદ તંત્ર દ્વારા અપુરતી જગ્‍યાના બહાના હેઠળ અત્રેથી ર કિ.મી. દુર કે જયા કોઇપણ જાતની સુવિધા નથી તેવી જગ્‍યાએ લઇ જવાની કાર્યવાહી કરતા આ વિસ્‍તારની પ્રજામાં ઉગ્ર રોષની લાગણી વ્‍યાપી અને તા. ૨/૭/૧૮થી હમીરભાઇ સીસોદીયા તથા મહેન્‍દ્રભાઇ ગાંધીની આગેવાન નીચે ગાંધી ચિંધ્‍યા રાહે ઉગ્ર અહીંસક ન્‍યાયી માંગણીને ન્‍યાય ન મળે ત્‍યા સુધી પ્રતિક ઉપવાસ, અચોક્કસ મુદતના ઉપવાસ વિગેરે કાર્યક્રમની જાહેરાતને પ્રજાજનો, સરપંચશ્રીઓએ ટેકો જાહરે કરેલ.

આમ, ઉગ્ર આંદોલત તા. ૨/૭/૧૮ થી શરૂ થવાની તૈયારી હતી તેજ સમયે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાની આગેવાની નીચે મહેસુલ મંત્રીશ્રી કોૈશીકભાઇ પટેલને તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુળુભાઇ ઝુઝીયા, તાલુકા પંચાયત પ્રમુખ દીલીપસિંહ સીસોદીયા, પુર્વ સભાપતી હમીરભાઇ સીસોદીયા, તાલુકા પંચાયત સભ્‍ય શ્રી જીતુભાઇ સીસોદીયા, સમજુભાઇ રાજાણી, ભાજપ આગેવાન કાર્યકર ઠારણભાઇ સીંધવ, નાનુભાઇ સીંધવ, અખીલ ભારતીય પંચાયત સંગઠન ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્રભાઇ ગાંધી, કામળીયાભાઇ વિગેરેએ અસરકારક ભારપુર્વક રજુઆત કરતા મહેસુલમંત્રીશ્રી કોશીકભાઇ પટેલે તુરત જ ટેલીફોન ઉપર કલેકટરશ્રી જુનાગઢને હાલની મામલતદાર કચેરીએ જ નવી મામલતદાર કચેરીનું નિર્માણ કરવાનો આદેશ કરતા પ્રજાજનોમાં ખુબ જ આનંદની લાગણી ફેલાયેલ છે.

રાજેશભાઇ ચુડાસમાની અસરકારક રજુઆતથી મળતા સર્વેએ તેમનો આભાર માનેલ અને મામલતદાર કચેરી સ્‍થળાંતર વિરોધ સમિતિના આગેવાન મહેન્‍દ્રભાઇ ગાંધી તથા હમીરસીહભાઇ સીસોદીયા તેમજ ડી.કે. સીસોદીયા, મહેશભાઇ કાનાબાર એ જણાવેલ કે. તા. ૦૨/૦૭/૨૦૧૮ થી આ બાબતે શરૂ થનાર આંદોલન હાલ મોકુફ રાખવામાં આવેલ છે.

(11:25 am IST)