Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જુનાગઢમાં પૈસા મામલે પરેશ ખાંટને ધવલે ઢીકા-પાટુ માર્યા

રાજકોટ તા. ૨૮: જુનાગઢમાં સરદારનગર-૬માં રહેતાં પરેશ મનજીભાઇ સરવૈયા (ઉ.૩૮) નામના ખાંટ યુવાનને તે સાંજે છએક વાગ્‍યે કાળવા ચોકમાં હતો ત્‍યારે ધવલ પરમાર નામના શખ્‍સે ઢીકા-પાટુનો માર મારતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

પરેશ સિક્‍યુરીટીનું કામ કરે છે. તેની પાસે ધવલ પૈસા માંગતો હોઇ ગઇકાલે ઉઘરાણી બાબતે બોલાચાલી થતાં હુમલો થયાનું બહાર આવ્‍યું છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(11:24 am IST)