Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજુલાના હિંડોરણામાં જુગાર દરોડો

 

અમરેલી : પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી નાઓએ અમરેલી જીલ્લામમાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને આપેલ હોય,જે અન્‍વેયે પો.ઇન્‍સ. એચ.બી.ચૌધરી ઇન્‍ચાર્જ રાજુલા પો.સ્‍ટે.ની સુચના નીચે રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના હેઙ.કોન્‍સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હિંડોરણા બીટના હેડ.કોન્‍સ મુકેશભાઇ ગાજીપરા તથા પોલીસ ટીમે હિંડોરણા ગામેથી જાહેરમાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે  હાર જીતનો જુગાર રમતા રૂ.૧૨,૪૪૦/-ના મુદ્દામાલ સાથે  (૧) મકાભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો.ડ્રાઇવીંગ (૨) દિનેશભાઇ વાઘાભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.મજુરી   (૩) અરવીંદભાઇ નાનજીભાઇ તાણેચા ઉ.વ.૨૪ ધંધો.મજુરી (૪) કાળુભાઇ ગોવિંદભાઇ જાદવ ઉ.વ.૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.તમામ હિંડોરણાને પકડી પાડેલ છે.   આ કામગીરી પો.સબ.ઇન્‍સ શ્રી એસ.ડી.જેઠવા તથા કોન્‍સ મુકેશભાઇ એમ.ગાજીપરા તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્‍સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્‍સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(2:50 pm IST)