Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોરબીના મહેન્‍દ્રનગર ગામે ૭૧ બોટલ દારૂ સાથે ભરત કુંડારીયા પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : મોરબીના મહેન્‍દ્રનગર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી, સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્‍ટાફના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે મહેન્‍દ્રનગર ખાતે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ગંગારામભાઈ પટેલના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો વેચાણ અર્થે છુપાવીને રાખ્‍યો હોય આધારે દરોડો પાડી ત્‍યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૧ કીમત રૂ.૨૯૩૦૦ સાથે આરોપી ભરત કુંડારિયાને ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં એલસીબીના ચંદુભાઈ કાણોતરાં, વિક્રમસિંહ બોરાણા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયા સહિત જોડાયા હતા.

(12:59 pm IST)