Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જૂનાગઢ સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિની દીકરીના લગ્ન કરાવાયા

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૮ :  સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા પાસે લોહાણા સમાજના શાકની રેંકડી કાઢી ગુજરાન ચલાવતા કમલેશભાઇ ખખ્‍ખરે રજૂઆત કરતા દીકરી રીયાબેન ખખ્‍ખરના લગ્ન વેરાવળના જયદિપભાઇ ભીમજીયાણી સાથે ધામધૂમથી કરાવાયા હતા. કરિયાવરમાં કબાટ,  સેટી પલંગ જેવી ૭૦ વસ્‍તુેઓ અપાઇ હતી.

આ કાર્યક્રમમાં ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, રાજુભાઇ જોબનપુત્રા, હસમુખભાઇ ત્રિવેદી, બટુકબાપુ, ઝાંઝરડા જલારામ મંદિરના મેનેજિંગ  ટ્રસ્‍ટી પ્રો.પી.બી. ઉનડકટ, ધૃતિબેન અવાશિયા, નેરન્‍દ્રભાઇ કારિયા, મહેન્‍દ્રભાઇ રૂપારેલીયા, કલ્‍પેશભાઇ રાજા, રાજનભાઇ ખખ્‍ખર, પરેશભાઇ બાટવીયા, જગડુશા નાગ્રેચાભાઇ, વિજયભાઇ સોલંકી હાજર રહ્ય હતા.

સફળ બનાવવા મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, અલ્‍પેશભાઇ પરમાર, રતનબેન, વિનોદભાઇ કાલરીયા, નાથાભાઇ કંડોલીયા, મનોજભાઇ સાવલીયાએ જહેમત ઉઠાવી હતી

(2:54 pm IST)