Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દ્વારકા જિલ્‍લામાં પોલીસ પ્રશાસનને આગળ કરીને વીજ ઉત્‍પાદક વીજ વહન કંપનીની કરાતી કાર્યવાહી પર અંકુશની માંગ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૮ : તાજેતરમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામા઼ વીજ વહન તથા વીજ ઉત્‍પાદક કંપનીઓ પોલીસ તથા પ્રશાસનને આગળ કરીને અન્‍યાયી કાર્યવાહી કરતી હોય તેને અંકુશમાં લેવાની માંગ સાથે ગુજરાત કિશાન કોંગ્રેસ તથા દ્વારકા જિલ્લા કિશાન મોરચા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર તથા પી.જી.વી.સી.એલ.ના એકઝી ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

ગુજરાત કિશાન કોંગ્રેસના પાલભાઇ આંબલિયા, દેવુભાઇ ગઢવી, રાકેશ નકુમ, હિતેશ નકુમ, ગીરધરભાઇ વાઘેલા, કપીલભાઇ ત્રિવેદી, જીવાભાઇ કનારા તથા ગામડાના આગેવાનો સરપંચો જોડાયા હતા.

આવેદનપત્રમાં વિકાસના નામે કંપનીઓ માલામાલ તથા ખેડુતો પાયમાલ થતા હોય ખેડુતોના ખેતરોમાં તાર વીજળી વાયરોનું કરોળીયા જેવુ જાવુ ખાઇ રહ્યુંહોય કરોડો અબજોનો નહો કરતી કે.પી.એમનું જેવી કંપનીઓ કે ચાર-પાંચ વર્ષમાં ૧૦૦ કરોડથી વધુ ટર્ન ઓવર થયું છે. ખેડુતોના ભોગે કંપનીનો વિકાસ ? કંપનીના માણસો એક ફોન પર પોલીસના ધાડા આવીને ખેડુતોને હેરાન પરેશાન કરે ખેડુતો પર ચોરી અને ફરજમાં રૂકાવટના કેસો થાય ખેડુતો પર દમન થાય પોલીસ અને પ્રશાસન જોતું રહે.!!

પોલીસને કાયદો વ્‍યવસ્‍થા જાળવવાની હોય તેના અધિકારીઓ કંપનીના એજન્‍ટ' હોય તેમ વર્તે છે !!! ૧૦ દિવસ પહેલા પોલીસને આગળ કરીને ૧૦/૧પ ખેડુતો પર ખોટા કેસ કરાવાયા હતા !! ભોપલકાના દેવરસી સોમગરાને કંપનીના ત્રાસથી ઝેરી દવા પીવાની ફરજ પડી !!

ખાનગી કંપનીઓ હજારો લાખો ટન માટી મોરમ રોવલી વગર ઉપાડે છે. ખેડુત તેના ખેતરમાં સુધારણા માટે એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ એક ટ્રેકટર લઇ જાય તો તેને દંડવામાં આવે છે !!

વીન્‍ડફાર્મમાં કંપનીને જમીન ફાળવણીમાં એકબીજામાં અધિકારીઓ આંખ બંધ કરીને એક લિસ્‍ટમાં કંપનીઓને જમીન ફાળવણી સરકારી થાય નહી છતા વિન્‍ડ્રફાર્મમાં થઇ છે !! ખેતીની જમીનોના હેતુફેર કર્યા વગર કેમ્‍પો ખેતરોમાં ઉભા કરી ઉપયોગ થાય છે. વીન્‍ડફાર્મ માટેની મશીનરી વાહનો રોડની ક્ષમતાથી અત્‍યંત વધુ હોય રોડને નુકશાન થાય છે પણ કંઇ દંડ લેવાતો નથી.

આ પાંચ મુદા અંગે તુરત કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયુ હતું જેમાં દેવરામભાઇ સોનગરા, મોહનભાઇ સોનગરા, ડાયાભાઇ સોનગરા વિ. પણ જોડાયા હતા.

(12:49 pm IST)