Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સુરેન્‍દ્રનગરના હાર્દ સમા ટાવરની દુર્દશાઃ યોગ્‍ય જાળવણી કરવાની પ્રજા માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ  તા.૨૮: શહેરના મુખ્‍ય માર્ગ પર આવેલા અને હાર્દ સમા ટાવર અને તેની ઘડિયાળને સ્‍વર્ણિમ ગુજરાત ૧૯૬૦-૨૦૧૦ અંતર્ગત શણગારાયો હતો. તેમજ કળશ મુકાયો હતો. જેથી તે લોકોના  આકર્ષણ કેન્‍દ્ર બન્‍યો હતો. પરંતુ હાલ ટાવરની દુદર્શા થઇ છે. સુનિલ રાઠોડ, વી.એલ. રાઠોડ,  સુરેશ પરમારે જણાવેલ કે ટાવરની સાફ સફાઇ થતી નથી. ટાવરની અંદરનો કળશ પણ તૂટી ગયો છે. તેમજ બહાર રહેલી ટાઇલ્‍સ પણ તૂટી ગઇ છે. ઉપરાંત અજરામર તરીકે ઓળખાતા ટાવરના નામમાંથી ‘મ' પડી ગયો હોવાથી ‘અજરા-ર' નામ થઇ ગયું છે. તંત્ર દ્વારા યોગ્‍ય જાળવણી અને કામગીરી કરવા પ્રજા માંગ ઉઠી છે.  (તસ્‍વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણઃ વઢવાણ)

(2:52 pm IST)