Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ઉપલેટામાં પૂ. જીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહમાં કાલે રૂક્ષમણી વિવાહમાં જાન પુર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડીયાના નિવાસ્‍થાનેથી નિકળશે

આહિરોના પરંપરાગત પોશાક શણગારેલા ગાડા ઢોલ નગારા ડીજે સાથે આયોજન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા : તા૨૮ : અહિંના મો.લા.પટેલનગર સામે દાસીજીવણ સત્‍સંગ મંડળ અને લોકપ્રિય સાંસદ રમેશભાઇ ઘડુક દ્વારા આયોજીત પૂ. જીજ્ઞેશદાદાની ભવ્‍ય ભાગવત સપ્તાહ ચાલી રહી છે શહેરભર તથા આજુબાજુ ના ગામો સહીત સૌરાષ્‍ટ્રભરમાંથી આગેવાનો ભાઇઓ બહેનો મોટી સંખ્‍યામાં કથા શ્રવણ કરવા ઉમટી પડે છે તા.૨૯ ના રવિવારે ઋક્ષમણી વિવાહનું રાત્રે ભવ્‍ય આયોજન હોય વર પક્ષે પુર્વ નગરપત્તી અને આહિર આગેવાન દાનભાઇ ચંદ્રવાડીયાને લ્‍હાવો મળ્‍યો છે. તેમના નિવાસ્‍થાન ડોબરીયા શેરી, દાસાપંથી  વાડી સામેથી રાત્રે ૯ વાગ્‍યે શણગારેલા ગાડા સહીતના વાહનોના વિશાળ કાફલા ઢોલ,નગારા,બેન્‍ડવાજા અને ડીજે ના તાલે ભવ્‍ય અને વિશાલ જાંજેરી જાન નિકળશે તેનું મુખ્‍ય આકર્ષણ આહિરોના પરંપરાગત પોશાક હશે.તો આ જાનમાં જોડાવા પુર્વનગર પતી દાનભાઇ ચંદ્રવાડીયા, મેણશીભાઇ ચંદ્રવાડીયા તથા સ્‍કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયાએ શહેરના ધર્મપ્રેમી ભાઇ બહેનોને વિશાળ હાજરી સાથે જોડાવા નિમંત્રણ આપેલ છે.

(11:39 am IST)