Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

મોરબી ;  પાટીદાર સમાજમાં ખોટા ખર્ચાઓ રોકવા અને સમયની બચત માટે ઘડિયા લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને પ્રોત્સાહન આપવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ વિવિધ સગવડો પૂરી પાડી રહ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા

જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાંણી ના ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘારા સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા,  મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં નવદંપતીને નમો ઘડિયાળ આપી આશીર્વાદ પાઠવ્યા હતા

(1:11 am IST)