Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભુજના બળદિયા ગામમાં રૂ. ૪.૯૫ લાખની આંતરિક પાણી યોજના અમલીકૃત વર્ષ ર૦૧૯માં વાસ્મો પુરસ્કૃત લોકભાગીદારીવાળી ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજનાથી પાણી તકલીફોનો અંત

ભુજ: કચ્છ જીલ્લાના ભુજ તાલુકાનું બળદિયા ગામ  આર્થિક સમૃધ્ધિ માટે અને ૨૨ ઉપરાંત બેંકો ધરાવવાના કારણે તેમજ શહેર જેવી સગવડો ગામમાં હોવાના કારણે વિશ્વ નોંધનીય છે  તમે ગામમાં પ્રવેશો એટલે ત્યાંની સફાઈ અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે.1300 જેટલા ઘર અને આશરે ૭૮૦૦ જેટલી વસ્તી  ધરાવતું કચ્છ જીલ્લાના ભુજ તાલુકાનું બળદિયા ગામ તાલુકા મથક ભુજથી આશરે ૧૫ કી.મી.ના અંતરે આવેલું છે. ગામમાં મોટે ભાગે તમામ પ્રકારની સુખાકારી, સગવડ ઉપલબ્ધ છે.

   મોટે ભાગે તમામ પ્રાથમિક સુખ, સગવડતાઓ ધરાવતું આધુનિક બળદિયા ગામ આર્થિક રીતે પણ સમૃધ્ધ છે. અહીના NRI વસ્તીના લોકો દેશથી દૂર હોવા છતાં ગામના વિકાસની કોઈ પણ બાબતમાં હંમેશા અગ્રેસર રહે છે. ગામના તમામ વિસ્તારોમાં પેવર બ્લોક રસ્તા, શાળા, તમામ ઘરોમાં શૌચાલય, સુચારુ પાણી યોજના, સમગ્ર ગામમાં ગટર યોજના, નિયમિત વીજળી, સફાઈ અને સ્વચ્છતા વગેરે જેવી તમામ સુખાકારી સુવિધાઓ છે.

  આપણે આજે વાત કરવાની છે પાણીદાર પાણી સમિતિ અને  ગામની મહિલાઓની જે પાણી સમિતિમાં સક્રિય છે. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોની વસ્તીમાં ક્રમશઃ વધારો થવાથી અહી પાણીની લાઈનો નાખવાની જરૂરિયાત ઊભી થઈ.

  આથી, આ વિસ્તારના લોકોને દૂર સુધી પાણી ભરવા ન જવું પડે તે માટે બળદિયા પાણી સમિતિ સક્રિય બની અને વર્ષ ર૦૧૯માં વાસ્મો પુરસ્કૃત લોકભાગીદારીવાળી ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજના તૈયાર કરવા તથા તે મુજબ લોકફાળો એકત્રિત કરવા સૌ સહમત થયા. જલ જીવન મિશન હેઠળ આ ગામની કુલ રૂ. ૪,૯૫,૦૦૦/-ની અંદાજીત કિંમતવાળી આંતરિક પાણી યોજના અમલીકૃત કરવામાં આવી. જેમાં લાઈનો ખૂટતી હતી તે વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા પાણીની લાઇનો તથા ઘરે-ઘરે નળ જોડાણ આપવામાં આવ્યા.

 આમ, બળદિયા ગામમાં ૧૦૦% ઘરોને નળ દ્વારા જોડાણ આ૫વામાં આવેલ છે. અગાઉ નળ જોડાણ ન ધરાવતા નબળા વર્ગના લોકોના ઘરોમાં પણ હવે નળથી જળ મળતું થયું છે અને તેમની તકલીફોનો અંત આવ્યો છે. આમ, સમૃધ્ધ થી ગરીબ, તમામ વર્ગના લોકોના ઘરોમાં નળથી જળ પહોંચ્યું છે

(2:44 pm IST)