Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

હવેથી કચ્છમાં મ્યુકરમાઇકોસીસની સારવાર માટે ઇન્જેક્શન ઉપલબ્ધ બનશે

ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા ગોઠવાઈ

વિનોદ ગાલા દ્વારા(ભુજ) રાજ્યમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓને પાંચ જગ્યાએ ઇન્જેક્શન મળી રહે તેવી અગાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તે  વ્યવસ્થા વિસ્તારીને હવેથી રાજ્યના દરેક જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલોમાંથી મળી રહે  તેવું આયોજન કરવામાં આવ્યું છે .જેથી  કચ્છ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસીસ બીમારીના દર્દીઓને  તેમની વિગતોને આધારે હવે જી.કે જનરલ હોસ્પિટલ ભુજ ખાતેથી પણ મ્યુકરમાઇકોસીસ બીમારીની સારવાર માટેના ઇન્જેક્શન lyophilised Amphotericin  B ઉપલબ્ધ થશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે જણાવ્યું છે.

(5:08 pm IST)