Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જૂનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતા યુવકને કોરોના પોઝિટિવ આવતા વોર્ડ નં.5 નો કેટલોક વિસ્તાર કંટેઇન્મેન્ટ ઝોન જાહેર

અંદાજે 62 મકાન, 22 જેટલી દુકાનોને કન્ટેનમેન્ટમાં અને 100 મકાન, 17 જેટલી દુકાનોને બફર ઝોનમાં જાહેર

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા 34 વર્ષના પુરૂષનો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે મનપાના વોર્ડ નં.5માં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જાહેરનામા મુજબ જૂનાગઢ મનપા વોર્ડ નં.5 માં સમાવિષ્ટ સહજાનંદ-બી એપાર્ટમેન્ટમાં આવેલ વીંગ અને બી, કોમર્શીયલ એરીયા,અક્ષરધામ-બી એપાર્ટમેન્ટ, કોમર્શીયલ એરીયા,તથા એપાર્ટમેન્ટને લગત શેરી નં.15 અને ઝાંઝરડા મેઈન રોડ પરના વિસ્તાર જેમાં અંદાજે 62 મકાન,22 જેટલી દુકાનોને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જયારે જૂનાગઢ મનપા વોર્ડ નં.5 માં સમાવિષ્ટ એકતાપાનવાળી શેરી નં.14 માં અક્ષરધામ-- એપાર્ટમેન્ટ,શેરી નં.15 માં ગોકુલ ફલેટ, ગોકુલ-સી, શ્રીનાથજી ફરસાણવાળી શેરી જેમાં અંદાજે 100 મકાન,17 જેટલી દુકાનોને બફર ઝોન જાહેર કરવામાં આવે છે. જાહેરનામુ તા.28 મે થી તા.24 જુન સુઘી અમલમાં રહેશે.

(11:22 pm IST)