Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કચ્છના દરસડીમાં ૪ કેસ : કોરોનાગ્રસ્ત મહિલાનું મોત : ગાયનેક પ્રોબ્લેમ માટે દાખલ થનાર રાપરના મહિલા દર્દીનું આજે મોત થયા બાદ તેના મોતનું કારણ જાણવા કરાશે ડેથ ઓડિટ

ભુજ : દરસડીમાં ૪ કેસ કોરોનાગ્રસ્ત મહિલાનું મોત  ગાયનેક પ્રોબ્લેમ માટે દાખલ થનાર  રાપરના મહિલા દર્દીનું આજે મોત થયા બાદ તેના મોતનું કારણ જાણવા ડેથ ઓડિટ કરાશે. 

આજે કુલ ૭ નવા દર્દીઓ, ચાર દરસડીના, એક ભદ્રેશ્વર (મુન્દ્રા) અને બે રાપરના  કેસ છે પૈકી રાપરના એક ૩૦ વર્ષીય મહિલા દર્દીને ગર્ભાશયમાં ગર્ભનું મૃત્યુ થતાં ગાયનેક વિભાગમાં સારવાર માટે ગઈકાલે ૨૭/૫ ના દાખલ કરેલ, તેમને કોરોના પોઝિટિવ હતો, આજે આ મહિલાનું ગાયનેક પ્રોબ્લેમના કારણે મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ, જોકે, તેમના મોતનું કારણ નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા તપાસાઈ રહ્યું છે, સરકારની ગાઈડલાઈન અનુસાર ડેથ ઓડિટ બાદ જ ખ્યાલ આવશે કે મોતનું કારણ કોરોના છે કે ગાયનેક પ્રોબ્લેમ? ડેથ ઓડિટ પછી સતાવાર જાહેર થશે એ મહિલાના મોતનું કારણ શું છે?

એક મોત અને હવે ચાર પોઝિટિવ દર્દીઓના વિસ્ફોટને પગલે દરસડી  કોરોનાનું હોટસ્પોટ બન્યું છે

(11:27 pm IST)