Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કચ્છના ક્વોરેન્ટાઈન સેન્ટરોમાં સુવિધાના નામે મીંડું, તંત્ર સંવેદન હીન- કોંગ્રેસની તડાફડી

પીવાનું પાણી નથી, નાના બાળકો, મહિલાઓ હેરાન, શ્રમિકો થી માંડી વ્યાપારીઓ, આમ પ્રજા પરેશાન, તંત્ર સંવેદનહીન

(ભુજ) કોરોનાની મહામારી અને લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં કચ્છમાં આમ પ્રજા, વ્યાપારીઓ અને શ્રમજીવીઓ સહિત તબીબીસેવાની અવ્યવસ્થાના મુદ્દે કચ્છ કોંગ્રેસે તડાફડી બોલાવતા કચ્છના વહીવટીતંત્રને લોકોની સમસ્યાઓ ઉકેલવામાં રસ ન હોવાનો અને તંત્ર સંવેદનહીન હોવાનું કહી તડાફડી બોલાવી છે. પ્રવક્તા દિપક ડાંગરના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલ અને અન્ય આગેવાનો કોરોના વોરિયર્સ તરીકે પ્રજાકીય પ્રશ્ને જાગૃતિ દર્શાવી લોકોની વચ્ચે રહ્યા છે.  કચ્છ કોંગ્રેસના આ આગેવાનોએ આદિપુરના લીલાશાહ આશ્રમ અને શિણાય ગામના સરકારી ક્વોરેન્ટાઈન સેન્ટરની મુલાકાત લઈને સુવિધાના નામે મીંડું હોવાના આક્ષેપો ચોંકાવનારા કર્યા છે. રાજ્ય સરકાર બહારથી આવનારા લોકોને જ્યાં ક્વોરેન્ટાઈન રાખે છે, તેવા આ સરકારી સેન્ટરોમાં પીવાનું પાણી નથી. અહીં પરિવાર સાથે અનેક લોકોને એક અઠવાડિયું ક્વોરેન્ટાઈન કરાય છે, તેમાં નાના બાળકો માટે પણ કોઈ સુવિધાઓ નથી. સુવિધાના સરકારી દાવાઓ પોકળ સાબિત થતાં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં અસુવિધાઓની ભરમારને કારણે મહિલાઓ ખૂબ જ પરેશાન છે. કચ્છ  કોંગ્રેસે આ પહેલાં વ્યાપારીઓ માટે દુકાનનો સમય વધારવાની પણ માંગ કરી છે. તે બાબતે જિલ્લાના કલેકટરતંત્ર સમક્ષ પણ રજુઆત કરી છે. શ્રમિકોની મુશ્કેલી બાબતે પણ કલેક્ટરતંત્ર પૂરતી ટ્રેનો અને રોડ માર્ગે વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં, કે પૂરતી જાણકારી આપવામાં પણ બેદરકાર અને નીરસ રહ્યું હોવાનો આક્ષેપ કચ્છના કોંગ્રેસી આગેવાનોએ કર્યો છે. સાંધીપુરમ, અંજાર, મુન્દ્રા, ગાંધીધામમાં શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા, ટિકિટના પૈસા પણ શ્રમિકો પાસેથી લેવાયા તે ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ પણ શ્રમિકોને છેતરી પુરા પૈસા ન આપ્યા. આવા અનેક બનાવો સમયે કચ્છનું તંત્ર માનવીય અભિગમ દર્શાવવામાં નબળું પડ્યું અને સંવેદનહીન રહ્યું. જોકે, અગાઉ વારંવાર જાહેરનામાઓ બહાર પાડી  સરળીકરણ સાથે નિયમો સમજાવવાનો બદલે જાહેરનામાનો અંગે લોકોમાં અવઢવ સર્જવા બાબતે કચ્છનું વહીવટીતંત્ર ચર્ચામાં રહ્યું છે. સરકાર સંવેદનશીલ છે, એવા દાવાઓ

(1:55 pm IST)