Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સાવરકુંડલા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોન નાના ઝીઝુંડા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા, તા.૨૮: સાવરકુંડલા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોન એવા નાના ઝીઝુડા ગામે ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં નાના ઝીઝુડા ગામમાં ખેડૂતોનાં ખેતરમાં પડેલ કૃષિ ઉત્પાદન તથા ઘાસચારાને ઘરે લાવવાના પ્રશ્ને મામલતદાર સાવરકુંડલા ઙ્ગસાથે રાખી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને ખેડૂતોના ખેતર માં પડેલ ઘાસચારાને ઘરે લેવા માટેની વ્યવસ્થા ના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ.

મામલતદાર શ્રી તેમજ ભરતભાઈ તથા અનકભાઈને સાથે રાખીને ખેડૂતોનાં ઙ્ગપ્રશ્નો અંગે યોગ્ય કરવા માટેની સમિક્ષા કરવામાં આવેલ તેમજ હાલ કોરોના વાયરસ અંતર્ગત નાના ઝીઝુડા ગામમાં કોરેન્ટાઇન થયેલ લોકોની પણ જાણકારી મેળવી સમિક્ષા કરવામાં કરવામાં આવેલ હતી.

કોરેન્ટાઇન થયેલ લોકોને સોશિયલ ડીસ્ટેશન જાળવીને આશ્વાસન આપવામાં આવેલ હતું, અને ગામમાં દરેક લોકોને આહવાન પણ કરેલ કે આ મહામારી રોગ થી ડરવાની જરૂર નથી પણ પોતાના દ્વારા સાવધાની રાખવા અને ધરે રહો સુરક્ષિત રહો. તેવું જણાવવામાં આવેલ

આમ જાગૃત અને ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તાર માં સતત સક્રિયતા દાખવીને પોતાના પ્રતિનિધિત્વની ફરજ ઙ્ગપાલન કરી લોકોના કામો કરી રહેલ છે.

(11:58 am IST)