Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

પોરબંદરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને ચોમાસા પહેલા અદ્યતન સાધનોથી સુસજ્જ કરવાની જરૂર

 પોરબંદર તા. ર૮ :.. ડીઝાસ્ટટ મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને ચોમાસા પહેલા અદ્યતન સાધનોથી સુસજ્જ કરવાની જરૂર જણાય રહી છે.

પોરબંદર  ર૧ં.૩૮ ઉત્તર અક્ષાંશ અને ૬૯ં-૩૭' પૂર્વ રેખાંશ આવેલું છે. ભારતના પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળ સિમાહ પર તે આવેલ છે. અરેબિયા, આફ્રિકા, પર્શિયન ગલ્ફનાં તેમજ અંશરૂપ પશ્ચિમના યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ઓસ્ટ્રેલીયાને અરસ પરસની સરહદોની સંકળાયેલ છે. કમનસીબી છે કે, સંવેદન શીલ અને વાવાઝોડગ્રસ્ત ગણાતા અરબી સમુદ્ર કિનારા પરના આ બંદરની પાસે રાજય સરકાર કે કેન્દ્ર સરકારે આગાહી કરતી સુવિધાઓની યંત્ર સામગ્રી આપી નથી. રાજય કેન્દ્ર સરકારને સાંકળતો તેમજ હવામાન ખાતાના સંકલન સાથે પરોક્ષ અપરોક્ષ રીતે જોડાયેલ જીલ્લા કંટ્રોલ રૂમ પાસે ટેલીફોન, મોબાઇલ સેવા, સિવાય કોઇ જાણકારી આપતી આધુનિક સુવિધા ધરાવતી યાંત્રિક અદ્યતન સાધન સામગ્રી નથી.

અને ૧૯પ૪ થી પોરબંદર ભુકંપગ્રસ્ત ગણાય છે. અહીં અવારનવાર જમીનમાં ફેરફાર થતો રહે છે. સાધારણથી મધ્યમ પ્રકારના ભુકંપના આંચકા અનુભવાય છે. વાવાઝોડાની પણ  અસર  આવે છે. એ છે કે, જીલ્લા કન્ટ્રોલ રૂમ ફરીથી જીલ્લા કલેકટરની રાહબરી દેખરેખમાં હોય કોઇ આધુનિક સુવિધા ધરાવતો નથી.

ચોમાસા દરમ્યાન પોરબંદરનો અરબી સમુદ્ર અઢીથી ત્રણ માસ સંવેદનશીલ ગણાય છે. અને અરબી સમુદ્રમાં તોફાન-પવન- તેમજ મોંજાનું જોર રહેછે. પેટાળમાં પણ ફેરફાર ભૂકંપના આંચકા આવતા હોવાનું  જાણકારો કહે છે. અરબી સમુદ્રમાં મોંજા પણ ૧ મીટરથી ૩ મીટર કિનારે મધદરીયે ઉચ્છળતા રહે છે.

મેરીટાઇમ બોર્ડ કન્દ્રોલ  રૂમ પાસે અદ્યતન સાધનો નથી. રજુઆત કરવામાં આવે છે અને આર. ટી. આઇ. કરવામાં આવી માહિતી માંગવામાં આવે છે, પરંતુ કોઇ સંતોષકારક પગલા લેવાતા નથી તેવી ફરીયાદો છે. ગાંધીનગર તેમજ જીલ્લા કન્ટ્રોલરૂમ અથવા નજીકના બંદરો પર આધારીત રહી માહિતી મેળવવી પડે છે.

મેરીટાઇમ કચેરીના ગેટ પાસે પ્રવેશતા કન્ટ્રોલ રૂમ છે. સુવિધા વગરનો છે. સમુદ્ર કિનારાથી અંદાજે ૧૦ થી ૧પ ફુટ ઉંડાણમાં તેમજ અરબી સમુદ્ર ચોપાટીથી દક્ષિણથી ઉતર સુધી આશરે ર૦૦ થી ૩૦૦ મીટર ઉંડાણમાં છે. સમુદ્રની હિલચાલ નજર રહે નહીં ખાડમાંં આવેલ છે અને મેરીટાઇમ બોર્ડનો આ કન્ટ્રોલ રૂમ ખસેડી જુના બંદરથી બારમાસી જેટ્ટી બંદર ખસેડવા જરૂરી છે.

નગરપાલિકાએ પણ  પોતાનો કન્ટ્રોલરૂમ શરૂ કરવો જોઇએ. વરસાદ -પવન માપી શકાય અને  સ્થાનિક જાણકારી મળે. શહેરથી વેધર ઓફીસ તેમજ જીલ્લા કન્ટ્રોલરૂમ આઠ કિલોમીટર દૂર રહે છે જેથી હવામાન-વરસાદી  આંકડા તથા અન્ય બાબતનો તફાવત રહે છે. 

(11:58 am IST)