Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મુંબઇથી સાવરકુંડલા પહોંચવામાં ૧૫ કલાક : સાવરકુંડલાથી ઘરે પહોંચવા ૪૮ કલાક લાગ્યા

કોરન્ટાઇન સેન્ટરમાં ઝકડી રાખ્યાના આક્ષેપો : તંત્ર સામે રોષ

સાવરકુંડલા,તા.૨૮ : મુબઈ થી સરકારશ્રીની સત્તાવાર મંજુરી સાથે સ્પેશ્યલ ટ્રેઈન માં ૧૩૪૮ જેટલા મુસાફરો અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વતનીઓ ે તા.૨૩.૦૫.૨૦ ના રોજ સા.કુંડલા રેલ્વે સ્ટેશને આવી ગયેલા તે પૈકી ગીર સોમનાથ,જુનાગઢ,ભાવનગર જીલ્લાના વતનીઓ જેતે જીલ્લા વહીવટી તંત્રના સરળ અને માનવતા ભર્યા વહીવટના કારણે એ જ દિવસે પોતપોતાના ઘરે પહોંચી ગયેલા પરંતુ અમરેલી જિલ્લાના વતનીઓ ૪૮ કલાક બાદ સાવરકુંડલા કાનાતળાવ વિ. સ્થળોએ પહોંચી શકેલ.

સરપંચ કાનાતળાવ ગામના ર૬ જેટલા મહીલા, બાળકો સહિત નાગરિકોને ત્રીજા દિવસે બોપરનું ભોજન પણ આપવામાં આવેલ ન હતું.  શરૂઆતમાં આ લોકોને કોરોન્ટાઇન સેન્ટર સાવરકુંડલામાં રોકી રાખેલ અને ત્યાં હેરાનગતિ વેઠવી પડેલ. વચ્ચે પાંચ દિવસ કોરન્ટાઇન રાખવાના ફરમાનો થયા હોવાનું સંભળાતું હતું. તો કોઇ કારણોસર આ ફરમાન ફેરફાર કરી અને જવાદેવાનુેં થયેલ. આમ સતત ફરતા નિર્ણયો કે આનિર્ણાયકતાને કારણે ઘણું આવુ ટ્રેનમાં આવેલ અમરેલીના જીલ્લાના લોકોએ વેઠવુ પડેલ છે. સામાન્યરીતે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં સુરત, અમદાવાદ અને મુબંઈથી સત્તાવાર મંજુરી લઈ આવતા લોકોને ચેકઅપ પર જરૂરી તબીબી ચેકીંગ કરી પોતાના નીવાસ  સ્થાને જવા દેવામાં આવેલ. બીજી તરફ અમરેલી જિલ્લામાં આ રીતે આવતા તાલુકા મથકે કોરન્ટાઈનમાં રાખવાના મનસ્વી આદેશ અને અમલના કારણે આવાલોકોને  ઘરે પહોંચવામાં વિલંબ, પરેશનાનીમાંથી પરસાર થવુ પડે છે.

જેમકે સાવરકુંડલા એમ.એમ.જીકે સંકુલમાં કોરોન્ટાઇન સેન્ટર, લીલીયામાં પટેલવાડી અને ખાંભામાં કોમ્યુનીટી સેન્ટરમાં   આવા કોરોન્ટાઇન સેન્ટરો ખોલવાનું જિલ્લા વહીવટી તંત્રએ અમલ કરવાનો આદેશ કરેલ તે મુજબ ર દિવસ પહેલા તા.૨૩.૫.૨૦ ના રોજ મુંબઈથી આ જિલ્લાના વતનીઓને લઈ સા.કુંડલા રેલ્વે સ્ટેશને પહોંચેલ ૧૩૦૦ કરતા વધારે સૌરાષ્ટ્ર વાસીઓ આવેલા સા તાલુકાના કાનાતળાવ ગામના ૨૬ જેટલા સ્ત્રી, પુરૂષો અને બાળકો સુવિધા વગરના કોરોન્ટાઈ સેન્ટરમાં ૫૦ કલાક વીતાવેલને તા.૨૫ના ૩ કલાકે બપોર નું ભોજન લીધા વિના ભુખ્યા પેટે પોતાના ગામ પહોંચતા સરપંચ અને ગામ લોકોએ આ લોકોને ચા,પાણી અને અલ્પાહાર આપવાની વ્યવસ્થા કરવી પડેલ કારણકે જે તાલુકા કોરોન્ટાઈન સેન્ટરમાં જીલ્લા વહીવતી તંત્રની સુચનાઓ અધિન રોકી રાખેલ ત્યાં  આટલા બધા લોકો માટે પુરતુ જમવાનું, બાળકો માટે દૂધ, ઘોડીયા ની કે મહીલાઓ માટે જરૂરી કે અનુકુળ સુવિધા વગર મુંબઈ સ્પેશ્યલ ટ્રેઈનમાં આવનારનેં કોન્ટાઈન સેન્ટર માં રાખી ને પછી જ પોતાના ગામ સરપંચની પાસે લેખીત બાંહેધરી અને જવાબદારી લેવાનું ફરજિયાત કરવાના કારણે આ રીતે મુંબઈ,સુરત,અને અમદાવાદ થી આવેલા વતનીઓને પરેશાનીનો ભોગ બનવુ પડેલ છે. તંત્ર દ્વારા પુરતી સુવિધા અને કાળજી લઈ કોરોન્ટાઈન સેન્ટર ખોલવામાં આવેલ તેવી લોકોની માંગણી છે.

(11:58 am IST)