Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઓખામંડળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

મીઠાપુરઃ  હાલમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ લીધું છે તેથી સરકારશ્રી દ્વારા આ મહામારીને પહોંચી વળવા માટે એક પછી એક લોકડાઉન અપાઈ રહ્યું છે. આવા કપરા સમયમાં સામાન્ય લોકો ને તો આર્થિક રીતે ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે સાથેસાથે યાત્રાધામ અને ટુરીઝમને પણ આની ઘણી માઠી અસરો થઇ રહી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના ધાર્મિક આયોજનો તથા લગ્ન પ્રસંગ જેવા પણ આયોજનો ના થઇ રહ્યા હોય ઓખામંડળ અને ખાસ કરીને દ્વારકા જેવા પ્રસિદ્ઘ તીર્થધામમાં રેહતા અને ફોટોગ્રાફીના ધંધાને લગતા વર્ગને પણ કઠીન પરિસ્થતિમાંથી પસાર થવું પડી રહ્યું છે તેથી ઓખામંડળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દ્વારકાની પ્રાંત અધિકારી કચેરી એ પ્રાંત અધિકારી સાહેબશ્રીને એક આવેદનપત્ર સરકાર શ્રીને સહાય આપવા માટે આપવામાં આવ્યું છે. ખાસ તો આર્થીક ધંધા પડી ભાંગતા આ સહાય આપવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.(તસ્વીરઃ દિવ્યેશ જટણીયા.મીઠાપુર)

(11:48 am IST)