Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સાવરકુંડલાના મઢડા વિજપડીમાં ઉકાભાઇએ ઘરખર્ચના પૈસા માંગતા પુત્રએ છરી ઝીંકી

બચાવવા વચ્ચે પડેલા મોટા પુત્ર વિનુને પણ ઇજાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૮: સાવરકુંડલાના મઢડા વિજપડીમાં રહેતાં કોળી પ્રોૈઢ ઉકાભાઇ રણછોડભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫) પર તેના જ સગા નાના દિકરા રમેશે છરીથી હુમલો કરી ઇજા કરતાં અને વચ્ચે પડેલા મોટા પુત્ર વિનુભાઇ ઉકાભાઇ (ઉ.૩૫)ને પણ ઇજા કરવામાં આવતાં બંને પિતા પુત્રને સાવરકુંડલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઉકાભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ તેના પત્નિ હયાત નથી. દર મહિને પોતાને મોટો દિકરો તથા નાનો દિકરો રમેશ ઘર ખર્ચ માટે પૈસા આપે છે. આ વખતે રમેશે પૈસા આપ્યા ન હોઇ તેની પાસે પૈસા માંગતા તેણે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કર્યો હતો. બચાવવા આવેલા મોટા દિકરા વિનુને પણ તેણે ઇજા કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.

(11:26 am IST)