Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની ૨ મહિલાઓને કોરોના ભરખી ગયો

રાણપુર તાલુકાના નાગનેસ ગામની મહિલાએ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને વઢવાણના ખારવા ગામની મહિલાએ અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામની મહિલાનું તથા અમદાવાદની હોસ્પિટલમાં વઢવાણ તાલુકાના ખારવા ગામની મહિલાનું મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૧, બોટાદ જિલ્લામાં એક અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧ વ્યકિતના મોત સાથે કુલ ત્રણ વ્યકિતઓને કોરોના ભરખી ગયો છે.

રાણપુર તાલુકાના નાગનેશ ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે આ મહિલાનું ગઈકાલે મોડી રાત્રે ગાંધી હોસ્પિટલ ખાતે મોત નિપજતા સમગ્ર પંથકમાં કોરોના વિશે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે રાણપુર તાલુકાના નાગનેશ ગામની મહિલાનું મોત નિપજતા તાત્કાલિક ગાંધી હોસ્પિટલ ખાતેથી અંતિમ ક્રિયા આ મહિનાની કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસ એપી સેન્ટર હાલમાં ગણી શકાય ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ખારવા ગામની પરણિતાનું માત્ર ત્રણ કલાકની સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત નીપજયું હતું. આ પરણિતાના મૃત્યુ બાદ આ પરિણીતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ ચૌહાણ ઉમર વર્ષ ૬૩ મગફળી વેચવાનો ધંધો કરી રહ્યા છે ત્યારે કારણોસર આજે વહેલી સવારે ધ્રાંગધ્રાના વતની મુસ્તાકભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને ખાસ કરીને આ મુસ્તાકભાઈ ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોવાના કારણે સમગ્ર ધ્રાંગધ્રામાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે આજે વહેલી સવારે મુસ્તાકભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસ કુલ ૩૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૯ દર્દીઓ સાજા થઈને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે તે હજુ પણ ૨૨ દર્દીઓ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર કોરોનાવાયરસ સંક્રમણની લઇ રહ્યા છે ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ધ્રાંગધ્રા છેલ્લા બે દિવસથી કોરોના વાયરસ પોઝિટિવ કેસો ધરાવવાનું એપી સેન્ટર બન્યું છે ત્યારે ધ્રાંગધ્રામાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી  તંત્ર મુંઝવણમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સતત સામે આવ્યા છે જયારે છેલ્લા પંદર જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૮ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે એક જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોના કારણે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યો છે ત્યારે ગાંધી હોસ્પિટલમાં પણ કોરોનાવાયરસ અને સંક્રમણ દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાના કારણે આગામી સમયમાં ગાંધી હોસ્પિટલમાં જો કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓની સંખ્યા જિલ્લામાં વધે તો આઇસોલેશન વોર્ડમાં જગ્યાનો પણ અભાવ પડવાની શકયતાઓ રહેલી છે.

(11:19 am IST)