Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વાંકાનેરમાં પણ રાત્રીના ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

પાલિકા કચેરી હોલમાં મિટીંગ યોજાઇઃ વેપારીઓએ ઓનલાઇન તંત્રને જાણ કરવી પડશે

વાંકાનેર તા.૨૮: પાલીકાએ રાજ્ય સરકારએ જાહેર કરેલ વેપારીને લાભકર્તા કાયદાની જાણકારી અને જરૂરી અરજી-ફોમ સાથેજ સ્થળ પરજ વર્ક કામ માટેની પ્રસન્નનીથ કામગીરી અત્રેના પાલીકા કચેરી પાસેના હોલમાં ગઇ કાલે રાત્રે ૮ વાગ્યે કરવામાં આવી હતી.

ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાએ ઉપસ્થિત ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ જુદા જુદા ધંધા સાથે જોડાયેલા વેપારીઓને માહીતી આપતા જણાવેલ કે ગુજરાત સરકારે તા.૧-૫-૨૦૧૯ના રોજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ કાયદો ૨૦૧૯ને નોટીફાય કરી દીધેલ છે તેથી હવે આ કાયદો અમલમાં આવી ગયો છે.

ગુજરાતના મોટા શહેરોમાં વ્યવસાયીક એકમો ૨૪ કલાક ચાલુ રાખી શકાશે તેમજ નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઇવે પરના સંસ્થાનો દુકાનો સવારે ૬ થી રાત્રીના ૨ વાગ્યા સુધી ખુલ્લી રખીશકાશે અને આના માટે શોપ લાયસન્સન એકટનું લાઇસન્સ લેવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ આ કાયદાની કલમ-૭ મુજબ ફકત લોકલ ઓથોરીટીને ઓનલાઇન જાણ કરવાની રહે છે.

આ સંપૂર્ણ માહીતી બાદ ઉપસ્થિત નાના-મોટા વેપારીઓએ જરૂરી ફોમ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરેલ અને સ્થળ ઉપરજ વેપારીઓને નગરપાલિકા દ્વારા રાજય સરકારની આ યોજના અને કાયદાની કાર્યવાહી સાથે રાત્રીના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી ધંધો કરી શકે તે માટેની પરમીશન પત્રો વેપારીઓ ને અર્પણ કરવામાં આવેલ.

વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઇ સોમાણી, નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ જીલ્લા ભાજપ અગ્રણી ઇન્દુભા જાડેજા, મેરૂભાઇ સરૈયા, કાંતિભાઇ કુઢીયા, યુવા ભાજપના રાજ સોમાણી ઇન્ચાર્જ શોપ અધીકારી ધીરૂભા ઝાલા, વિનુભાઇ સચાણીયા, રાજુભાઇ શાહ, મહેતાભાઇ, દિપકસિંહ ઝાલા સહીતના નગરપાલિકાની જુદી જુદી શાખાના અધીકારીઓ ઉપરાંત વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી વિનુભાઇ કોટક, મેડીકલ એશોના અગ્રણી બીપીનભાઇ દોશી, ભીખુભા ઝાલા સહીત વેપારી સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વેપારીઓને સ્થળ ઉપરજ મેંચસ્થ અગ્રણીઓના હસ્તે રાત્રીના ૨-વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાય તે માટેના મંજુરી પત્ર અર્પણ કરવામાં આવેલ ચેમ્બર્સ ઓફ  કોમર્સ અને મેડીકલ એશોના અગ્રણીઓએ રાજય સરકારશ્રીના વેપારીને ધંધામાં ઉપયોગી આ કાયદો અને વાંકાનેર નગરપાલીકાએ શહેરમાં માઇક ફેરવી વેપારીઓને પાલીકા કચેરીએ ઉપસ્થિત રાખી જે ઝડપી કામગીરી કરી વેપારી હીતને ધ્યાનમાં લીધુ છે તે બદલ વેપારી સંગઠનોએ પાલીકાના પદાધીકારીઓ અને અધીકારીઓનો આભાર માન્યો હત.

(11:27 am IST)