Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પ્રેમિકાનો ફોન ન આવતા કચ્છમાં યુવકનો આપઘાત

ભુજ, તા.૨૮ : પ્રેમમાં પાગલ યુવા હૈયાઓ માટે એક બીજાનો વિરહ અને જુદાઈ કે નારાજગી સહન કરવા મુશ્કેલ હોય છે. તે મોટેભાગે આપણે ફિલ્મો માં કે વાર્તાઓમાં અનુભવતા હોઈએ છીએ. પરંતુ, રીલ લાઈફની જેમ રીયલ લાઈફમાં પણ હવે પ્રેમીઓની સહનશકિત ઘટતી જાય છે, એ હકીકત છે. મુંદરામાં ૨૧ વર્ષીય યુવાને માત્ર પ્રેમિકાના ફોનની નારાજગીના મુદ્દે પોતાનો જીવ દઈ દીધો હતો. મુંદરા અદાણી બંદરે આવેલા પ્ત્ઘ્વ્ કન્ટેઇનર ફ્રેઈટ સ્ટેશનની કેન્ટીનના કર્મચારી અંકુર ધનીરાજા ભરુવાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઉત્તરાખંડ ના અને હાલે પ્ત્ઘ્વ્ની કેન્ટીનમાં કામ કરતા ૨૧ વર્ષીય અંકુરે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ઓફીસની અંદર આવેલી કેન્ટીનની અંદર જ ગળે ફાંસો ખાઈને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. મુંદરા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે તેની પ્રેમિકાનો ફોન ના આવતાં દુઃખી અને વ્યથિત થઈને ૨૧ વર્ષીય યુવાન અંકુરે પોતાના જીવનનો અંત આણ્યો હતો.

યુવા વયે નાસીપાસ થઈને આપઘાત કરવાના બનતા બનાવો કચ્છમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જીવનમાં ઘણીવાર આપણાં ધાર્યા મુજબ થતું નથી એવા સમયે ધીરજ રાખવી જોઈએ. વિપરીત પરિસ્થિતિને અનુકૂળ થતાં શીખવું જોઈએ. માનવ જિંદગીનું મૂલ્ય આપણે સમજવાની જરૃરત છે.

(4:12 pm IST)
  • વરિષ્ઠ અધિકારી સુશીલ ચંદ્રનનો સીબીડીટીના ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ વધારી દેવાયો છે તેઓ હવે આવતા વર્ષનાં મે મહિના સુધી પોતાના પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર 2016 ના સીબીડીટીના અધ્યક્ષ પદે તેમની વરણી કરવામાં આવી હતી.ત્યાર બાદથી તેમને આ બીજુ એક્સટેંશન અપાયું છે સીબીડીટીનાંચેરમેન પદે રહીને તેઓએ ઘણા ઉલ્લેખીય કામો કર્યા હોવાથી તેઓ સરકારની ગુડબુકમાં છે. આઈઆઈટીમાં સ્નાતક અને 1980 બેંચના આઈઆરએસ ઓફીસર ચંદ્રનનો કાર્યકાળ ગત વર્ષે પણ વધારવામાં આવ્યો હતો. access_time 7:18 am IST

  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST