Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

વાવાઝોડાએ ખંભાળીયા પંથકના ૪ માછીમારનો ભોગ લીધોઃ ૧૩ ખલાસી સાથે વહાણ ગુમ

યમનમાં આવેલા ભયંકર વાવાઝોડાનાં કારણે માછીમાર પરિવારોના જીવ પડીકે બંધાયા

ખંભાળીયા તા. ર૮ :..  ફુંકાયેલા તોફાની પવનમાં યમન અને ઓમાન વિસ્તારમાં હાલારના વહાણો ફસાઇ ગયા હતા તથા કેટલાક ખલાસીઓ ગૂમ પણ થયા હતા જેમાં ગઇકાલે સિકોતેર ટાપુ પાસે રેસ્કયુ ઓપરેશનમાં ચાર મૃત દેહ મળી આવ્યા જેમાં બે સિકકાના તથા બે ખંભાળીયા તાલુકાનાં સલાયાના હોવાનું ખુલ્યું છે.

સલાયાનો હાસમ રજાક સંઘાર નામનો રપ વર્ષનો યુવાન ચાર બહેનોનો ભાઇ સાગર ખેડવા પહેલી વખત 'અતાયે ખ્વાજા' નામના વહાણમાં તેના પિતા રજાકભાઇ સાથે ગયો હતો તે વહાણ તોફાનમાં આવી જતાં આ હાસમનું મૃત્યુ થયું હતું તથા તેનો મૃતદેહ ગઇકાલે સાંજે મળ્યો હતો જો કે તેના પિતાનો પત્તો નથી.

અરબસ્તાનના મરવા  સેવન નામના વહાણમાં કામ કરતા સલાયાના આદમ એલિયાસ ગજણ નામનો શખ્સ પણ આ 'મટવા સેવન' વહાણ તોફાનમાં ફસાઇ જતાં તેનો પણ મૃતદેહ ગઇકાલે મળ્યો હતો.

સિક્કાના મહેબુબ હાસમી નામના વહાણના પણ બે ખલાસીના મૃત્યુદેહ મળતા કુલ ચાર મોત હાલારના થયા છે.ગુરૂ-શુક્રવારના તોફાનમાં પોરબંદરનું એક સલાયાના બે ઇરાનનું એકતથા દૂબઇના ર મળી કુલ છ વહાણો ડૂબી ગયા હતા જેમાં અનેક હજુ લાપતા છે.

ઓમાન અને યમનમાં થયેલા દરિયાઇ તોફાનમાં સલાયાના બે વ્યકિતઓના મોત નિપજયા હતા ત્યારે સલાયાનું 'અબ ખીજર' નામનું ૧૩ ખલાસીઓ સાથેનું વહાણ હજુ પણ ના મળતા ગૂમ થતાં આ ખલાસીઓના પરિવાર ચિંતામાં મૂકાઇ ગયા છે.

વહાણના કેપ્ટન અજીજ હાજી અબુબકર ભાષા સહિત ૧૩ ખલાસીઓ સાથેનું આ વહાણ ગૂમ થતાં તેના પરિવારજનો દ્વારા  સરકારી તંત્રને શોધ માટે મદદની માંગણી કરાઇ છે.

(4:11 pm IST)