Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પોરબંદરમાં ખારવા અને મુસ્લીમ સમાજ વચ્ચેની લડાઈ નથી

પોલીસના અતિરેક સામે રોષઃ પથ્થરમારો અને વાહનો સળગાવાયાના બનાવોઃ યુવતીની છેડતી બાદ ખારવાવાડ સહિત વિસ્તારોમાં પોલીસ બંદોબસ્તઃ બન્ને સમાજ વર્ષોથી ભાઈચારાથી રહે છેઃ ડીઆઈજીની હાજરીમાં બન્ને સમાજના આગેવાનોની બેઠક મળી

પોરબંદરમાં ખારવા અને મુસ્લિમ આગેવાનોની મીટીંગઃ પોરબંદરમાં ખારવા અને મુસ્લિમ આગેવાનોની મીટીંગ મળી તે તસ્વીર. પોલીસ દમનના વિરોધમાં વાહનો સળગાવ્યા તે બીજી તસ્વીર

 પોરબંદર, તા. ૨૮ :. ગઈકાલે ખારવા યુવતીની મુસ્લિમ યુવકો દ્વારા છેડતી બાદ તંગદિલીના પગલે ડીઆઈજી શ્રી પાંડીયન દોડી આવેલ અને ખારવા અને મુસ્લિમ સમાજના આગેવાનોની મીટીંગ યોજી હતી. મીટીંગમાં ખારવા સમાજના આગેવાનોએ સંયુકત રીતે જણાવેલ કે, ખારવા અને મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ લડાઈ નથી. બન્ને વર્ષોથી ભાઈચારાથી રહે છે, બન્ને એકબીજાને માનથી બોલાવે છે.

છેડતી બાદ પોલીસના અતિરેક સામે પથ્થરમારો અને વાહનો સળગાવવાના બનાવ બન્યા હતા. પોલીસ દમન સામે ખારવા સમાજમાં રોષ વ્યાપી ગયો છે.

અહીં ગઈકાલે ખારવા યુવતીની મુસ્લિમ યુવાનો દ્વારા છેડતીના પગલે આખી રાત તંગદિલી રહી હતી. ખારવાવાડ નવાપાડા પાલાનો ચોક શીતલા ચોક, બંદર રોડ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજ સવારથી સ્થિતિ શાંતિપૂર્ણ અને અંકુશમાં છે. ગઈકાલે ડીઆઈજી શ્રી પાંડિયન પોરબંદર દોડી આવેલ અને ખારવા અને મુસ્લિમ યુવાનોની મીટીંગ યોજી હતી. મીટીંગમાં ખારવા આગેવાનોેએ જણાવેલ કે, ખારવા અને મુસ્લિમ સમાજ માટે લડાઈ નથી. બન્ને સમાજ વર્ષોથી ભાઈચારાથી રહે છે. એકબીજાને માન આપે છે. લડાઈ પોલીસ અને બુટલેગરો વચ્ચે છે. યુવતીની છેડતી બાદ પથ્થરમારો જેવા બનાવોે બનતા પોલીસે ટીયર ગેસના ૨૧ સેલ છોડયા હતા.

ગઇકાલે રાત્રીના સમયે ખારવા પરિવારના બહેનો પોર્ટ ફરવા જઇ રહ્યા હતા ત્યારે બંદર ચોકી વિસ્તારમાં સ્વસ્તિક હોલ પાસે પહોંચતા ત્યાં ઉભેલા કેટલાક છોકરાઓ સાંજે ફરવા જઇ રહેલી યુવતીની છેડતી કરતા સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા ભારે ધમાલ મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થવા લાગેલ ટોળાએ ઉદ્યોગનગર પોલીસ ચોકી પર હુમલો કરેલ ઉપરાંત પોલીસના વાહનો બે બાઇક અને ૧૦ થી ૧પ સ્કુટરોમાં તોડફોડ કરી નુકશાન કરેલ કેટલાક સ્કુટરોને આંગ ચાંપી હતી.

દરમિયાન ટોળાએ સીપાઇ જમાત ખાના પર પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારામાં ૪ થી પ પોલીસ મેનને ઇજા થવા પામી છે. પોલીસે ટોળાને વિખેરવા ર૧ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યાનું પણ જાણવા મળેલ છે. ૩ર શખ્સો સામે જુદી જુદી કલમ પ્રમાણે ગુન્હો નોંધાયો છે.(૨-૪)

 

(11:47 am IST)
  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • CBSE ધોરણ 10નું પરિણામ આજે બપોરે ૪ વાગ્યે થશે જાહેર : cbseresults.nic.in, cbse.nic.in અને results.nic.in વેબસાઈટ પર પરીણામ જોઈ શકાશે access_time 8:30 am IST