Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સરધારમાં બસ સ્ટેન્ડ બનાવવા દબાણ હટાવાતા નાના રોજગારો છીનવાતા રોષ

સરદાર ગામે બસ સ્ટેન્ડ પર તંત્ર દ્વારા કેબીનો હટાવવાનું દબાણ દૂર કરાતા લાંબા સમયથી ધંધો-રોજગાર મેળવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજી ડેમથી કોટડાપીઠા સુધી ચાર માર્ગીય રસ્તો બનતો હોવાથી અને સરધારમાં બસ સ્ટેન્ડ બનાવવાનું હોય તેના કારણે ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશનની દિવાલ કપાત કરવામાં આવી હતી. જયારે બસ સ્ટેન્ડ નજીક અને આ રોડ ઉપર કેબીનો રાખી કેટલાક લોકો રોજગાર મેળવતા તેમને પંચાયતે આ દબાણ હટાવવાની નોટીસ ઇસ્યુ કરી હતી પણ કેબીન ધારકોએ નોટીસની ઐંસીતૈંસી કરતા આજે શનિવારે તંત્ર દ્વારા દબાણ કરેલી કેબીનો બહોળી સંખ્યામાં હટાવી રસ્તો ખુલ્લો કરેલ હતો. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:45 am IST)