Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

તળાજા પાસે ફોરવ્હીલે બે બાઈકસ્વાર ત્રણ કિશોરને ઉલાળ્યાઃ બે ના મોત

ત્રીજો યુવાન ડુંગરપુરનો ગંભીર છેઃ એક મૃતક ધો. ૯માં અભ્યાસ કરતો'તોઃ હિટ એન્ડ રનથી અરેરાટી

ભાવનગર, તા. ૨૮ :. અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના દિનદયાળનગર વિસ્તારમાં રહેતા પવન મુકેશભાઈ શિયાળ (ઉ.વ. ૧૫) તથા નજીકમાં આવેલ ડો. ચૌહાણની વાડીમાં રહેતા નિતીન નરશીભાઈ ભાલીયા (ઉ.વ.૧૫) બાઈક નં. જીજે ૦૪ ડીસી ૮૩૬૭ ઉપર દૂધ લઈ આવતા હતા. રાત્રીના લગભગ આઠેક વાગ્યાના આ સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર કિશોરો સાથે અન્ય એક યુવાન હાર્દિક બટુકભાઈ સોલંકી સાથે અકસ્માત સર્જી વાહન સાથે જ ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં તળાજાના બન્ને કિશોરના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. જેમાં પવન મુકેશભાઈ શિયાળ ધો. ૯માં આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ છે.

બનાવને લઈ ઈજાગ્રસ્ત અને મૃતકને તળાજા રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં કોળી સમાજ સહિત દરેક સમાજના સેવાભાવી લોકો દોડી આવ્યા હતા. મુસ્લીમ સમાજના યુવાનો પણ સેવામાં જોડાયા હતા.

અકસ્માત કઈ રીતે સર્જાયો ? બાઈકસવારો સહીતની વિગતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાશે.(૨-૫)

(11:44 am IST)
  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST