Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘નારી શકિત'ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા? વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ

ઘર પાસે આવીને પુતળા દહન કરનારા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદઃ ધારાસભ્‍યનો આક્રોશ

અમરેલી : તસ્‍વીરમાં ભાજપના આગેવાનો  - કાર્યકરોએ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરના પુતળાનું દહન કર્યુ હતું. (તસ્‍વીર : અરવિંદ નિર્મળ અમરેલી)

રાજકોટ તા. ર૮ :.. ‘નારી શકિત' ની વાતો કરનારા ભાજપના નેતાઓ  નલીયા કાંડ, આશારામ પ્રકરણ વખતે કયા હતાં? તેવો સવાલ લાઠીના કોંગ્રેસનાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે કર્યો છે.

ધ્રાંગધ્રાના માલવણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માતા અંગે અયોગ્‍ય ભાષાનો ઉપયોગ કરવામાં આવતા ભાજપના આગેવાનો, કાર્યકરોએ વિરજીભાઇ ઠુંમરના ઘર પાસે તેમનું પુતળાનું દહન કરતા તેની સામે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું.

અમરેલી

અમરેલી : જિલ્લા ભાજપ દ્વારા લાઠી, બાબરા, દામનગર, વિધાનસભાના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમર દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીનાં માતુશ્રી વિશે અશોભનીય ભાષાનો અને જનપ્રતિનીધીને શરમાવે તેવા શબ્‍દોનો ઉપયોગ કર્યો હતો. જેના હીસાબે આવો ધારાસભ્‍ય તરીકેનો વ્‍યવહાર લોકશાહીને શોભે નહી તે પ્રકારનાં ગાલીગલોચ જેવા અભદ્ર વાણી વ્‍યવહાર સામે ગુજરાતની જનતા શરમ અનુભવે છે તેમજ ભારતની સંસ્‍કૃતિ હંમેશા મહિલાઓને આદર અને સંન્‍માન આપે છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્‍ય મહીલાઓ બાબતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને કોંગ્રેસની મહિલાઓ પ્રત્‍યેની નીતિ કેવા પ્રકારની છે તે જાહેર કરે છે.

આ મામલે જિલ્લા ભાજપ દ્વારા ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરના ઘર પાસે પુતળા દહન કર્યુ. જેમાંજિલ્લા ભાજપના પ્રમુખશ્રી હીરેન હીરપરા, મહામંત્રી કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંઘાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઇ ડેર, મંત્રી ભરત વેકરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શરદભાઇ લાખાણી, પૂર્વ મહામંત્રી રામભાઇ સાનેપરા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઇ સાવલીયા, મહામંત્રી પરેશભાઇ લાડુમોર, વિનુભાઇ ડોબરીયા, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કેતન ઢાંકેચા, મેહુલ ધોરાજીયા, શહેર ભાજપના પ્રમુખ રાજેશ કાબરીયા, મહામંત્રી મનીષભાઇ ધરજીયા, રસીકભાઇ પાથર, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઇ ત્રાપસીયા, મહામંત્રી સુરેશભાઇ પાથર, ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગેડીયા, મહામંત્રીશ્રી હિંમતભાઇ દોંગા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ માયાણી, મહામંત્રી વિપુલ કયાડા, પ્રવિણભાઇ રફાળીયા, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ભનુભાઇ ડાભી, ભીખાભાઇ ધોરાજીયા, હસમુખભાઇ હપાણી, જિલ્લા આઇ.ટી. સેલ.ના સહ કન્‍વીનરશ્રી જીતુ લાઠીયા, કુંકાવાવ તાલુકાના મહામંત્રી ગોપાલભાઇ અંટાળા, હીરાભાઇ પડાયા, દિલીપ સાવલીયા સહિતના કાર્યકર્તાઓ, આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતાં.

(11:03 am IST)