Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભાવનગરઃ સર્વોતમ ડેરી સ્થાપિત સર્વોતમ દાણ ફેકટરી મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૨૮: શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આયોજિત જિલ્લાાની મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓના મહિલા સભાસદો એવા પશુપાલક બહેનોને પ્રશિક્ષિત કરી દૂધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધી ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાના હેતુથી શરૂ થયેલી સાત દિવસીય મહિલા માર્ગદર્શન શિબિરના બીજા દિવસે જનમેદની વચ્ચે પશુને દાણ ખવરાવવામાં જિલ્લાની ચાર વિશિષ્ટ મંડળીઓને પુરસ્કૃત કરાઇ હતી. શાબ્દિક સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી. પંડયાએ કર્યુ હતું. વિશાળ હાજરીમાં પધારેલા દૂધ ઉત્પાદકોને અભિનંદન આપેલ હતા.

સર્વોતમ દાણના ઉપયોગથી મળી રહેતા ઉત્કૃષ્ટ પરિણામો વિષે જિલ્લાની બે મંડળીના પ્રતિનિધિ ૧. આશાબેન વઘાસીયા તથા રણજીતભાઇ ખેરાળાએ અનુભવકથન કહેલ. આજની શિબિરમાં વેટરનરી ઓફીસરશ્રી ડો. બલદાણીયા પશુ સંરક્ષણ અને પશુ આરોગ્ય વિષે જણાવેલ તેમજ દૂધ ઉત્પાદન વધારવા દાણ પશુને અવશ્ય ખવરાવવું જોઇએ. તે વિષે વાત કરેલ.

 સંઘના મેનેજિંગ ડિરેકટરશ્રી એચ.આર. જોષીએ સંસ્થાની પ્રગતિ અને આજ સુધીના સફરના સંસ્મરણો કહેલ. દાણ ફેકટરીથી જિલ્લાના પશુને થતા ફાયદા અને પશુપાલનમાં દાણનું મહત્વ સમજાવી વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન કરવા દૂધ ઉત્પાકોને જણાવેલ. બજારૂ મોંઘા ખાણદાણ કરતા સર્વોતમ દાણ ખરીદ ખાણદાણમાં બચત કરી શકાય અને દૂધ ઉત્પાદન વધારી શકાય. સંયુકત રજિસ્ટ્રારશ્રી એ.કે.ભટ્ટ ખેતીની અવેજીને બદલે આ વ્યવસાય તરફ વળવાની જરૂરીયાત છે. સારા પોષકતત્વો પશુને આપવા માટે સર્વોતમ દાણ આપવું જરૂરી છે. સર્વોતમ ડેરીએ ટૂંકા સમયગાળા દરમ્યાન સાધેલી પ્રગતિને બિરદાવી તેના પાયામાં સારૂ મેનેજમેન્ટ અને પશુપાલકો બંને છે.

અધ્યક્ષસ્થાનેથી સંઘના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ પનોતે પધારેલા મહેમાનો અને દૂધ ઉત્પાદકોને શ્વેતક્રાંતિ દ્વારા ભાવનગર જિલ્લાની આર્થિકક્રાંતિના આપણા મહા અભિયાનમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા. ગાયનું મહત્વ જણાવી એક ગાય પાંચ એકર જમીન સુધારે છે તેમજ ભાવનગર જિલ્લાનું એક એક ગામ આર્થિક રીતે સધ્ધર બને તેવી મહેચ્છા વ્યકત કરી. ખેતીના વિકલ્પે સારા પશુપાલનથી આપણો સમાજ ગાય આધારિત દૂધ ઉત્પાદન અને સંવર્ધિત ખેતી ખૂબ જ સારી થઇ શકે તે વર્ણવેલ. સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષે ભાર આપેલ હતો. આભારવિધિ સિનિયર મેનેજર ભરતભાઇ ખેરે કરેલ હતી. (૧.૪)

(10:47 am IST)