Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જોડિયા તાલુકા કોંગ્રેસ સંગઠનને વધુ મજબુત બનાવવા કવાયત

જોડીયા તા. ર૮ :.. જોડીયા તાલુકા કોંગ્રેસ સંગઠનને પુનઃ જીવીત કરવા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓએ નવી સંકલન સમિતિના નામે તાજેતરમાં જોડીયા ખાતે પક્ષના કાર્યકતાઓ માટે ચિંતન બેઠક યોજાઇ હતી.

જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી દિનેશભાઇ ડાંગરની અધ્યક્ષ સ્થાને નવી સમિતિની રચના માટે ચિતન-મનનનો કાર્યક્રમ  યોજાયો હતો. ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીને ધ્યામાં રાખીને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહૂલ ગાંધી દ્વારા પ્રેરિત ગાઇડ લાઇન મુજબ પક્ષમાં યુવાનોને વધુ તક આપવી અને ૬૦ વર્ષથી કોંગ્રેસ નેતાઓ માર્ગદર્શન આપે તે જરૂરી છે.

દિનેશભાઇ ડાંગરે જણાવેલ ભાજપા સરકારમાં લોકશાહીને બદલે તાનાશાહી એ દેશની ગરીબ પ્રજા, ખેડૂતો, યુવાનો સાથે અન્યાય કરી રહી છે. સબ કા સાથ માં ઉદ્યોગપતિઓનો આર્થિક વિકાસ વધ્યો છે. પ્રજા ભ્રષ્ટ સરકારના વહીવટથી ત્રાસી ગઇ છે. પ્રજા સત્તા પરિવર્તન ઇચ્છી રહી છે.

દેશમાં લોકશાહી કોંગ્રેસ બચાવી શકે છે. લોકશાહીના રક્ષણ માટે યુવાનો આગળ આવે અને પક્ષને મજબુત કરવા સંકલ્પ કરે. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલે પોતાના ઉદબોધનમાં જણાવેલ કે પ્રજામાં કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સ્થાપિત કરવા માટે પક્ષના કાર્યકર્તાઓ યોગદાન આપે અને લોક પ્રશ્નોને વાંચા આપવા માટે લોક જાગૃતિના માધ્યમથી સરકારી તંત્ર સામે ધરણા, પ્રદેશન,  આંદોલન ચાલુ રાખવા પડશે દરેક ક્ષેત્રે ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે તેના ગુન ગાન પ્રજા સુધી પહોંચાડવા તૈયાર રહે તે ઇચ્છનછય છે.

તા. પં. પ્રમુખ જીવણભાઇ કુભારવડિયાએ રાષ્ટ્રીય અધ્યક્ષ ના હવાલો આપી પક્ષમાંથી ઘણા સડો દુર થયા છે જે જુથવાદ અને જ્ઞાતિવાદ ને વધુ ઉતેજન આપતા હતા. નવા પક્ષ સંગઠનમાં દરેક સમાજના યુવાનો નો સમાવેશ કરીને સતા અને જવાબદારી સોંપવાથી પક્ષ સંગઠનની એકતા વધુ મજબુત બનશે જેથી પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ માટે યુવાનાનો સહકાર જરૂરી છે.તાલુકા પક્ષ સંગઠનની પુનઃ રચના માટે ઉપસ્થિત યુવા કાર્યકરતાઓ એ પોતાના વિચારો રજુ કર્યા હતા. જેની નોંધ જિલ્લા કોંગ્રેસ પ્રભારી એ લીધી હતી.

મગન ભવાન કાનાણી, અશોક વર્મા, વિજય છત્રોલા, શબીર પ્યારે, બાવલા હારૂને નૂત્યાર, દાઉદભાઇ, દિલીપ રામપરીયા, વસંતગોઘાણી, અમરશી નંદાસણા, નૂરમામદ પરમલ, એન.એલ ચારણીયા, તથા સહકારી ક્ષેત્રના ખેડુત આગેવાનો અને સ્થાનિક લઘુમતિ ના યુવાનો વગેરે મોટી સંખ્યામા઼ બેઠકમાં જોડાયા હતા. સંચાલન શબીર પ્યારે અને આભાર વિધી અમરશી નંદાસણા એ , કરી હતી. તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ માટે છ થી સાત યુવાનોએ ઉમેદવારી નોંધાવી છે.

(10:46 am IST)