Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભાવનગર જીલ્લાના સિહોરમાં ચાલુ બાંધકામે પીલોર પડતા યુવકનું મોત

ભાવનગર, તા. ર૮ : બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના સિહોરમાં રામ પાર્ક વિસ્તારમાં મકાનનું બાંધકામ ચાલુ હતું જયારે ચાલુ કામે પીલોર પડતા કામ કરી રહેલા સિહોરના સવગુણનગર પાંપવડા વિસ્તારમાં રહેતા હસમુખ ઉર્ફે કાળુભાઇ બિજભાઇ રાઠોડ ઉ.વ.ર૭નું ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું.

સગીરાની છેડતી

ભાવનગર જીલ્લાના મહુવાના રૂપાવટી ગામે રહેતી ૧પ વર્ષની સગીરા સવારના સમયે કુદરતી હાજતે જતી હતી ત્યારે આ ગામમાં જ રહેતા વિજય દેવજીભાઇ નામના શખ્સે તેણીની પાછળ જઇ બિભત્સ ચેનપાળા  કરતા તેને સગીરાએ ઠપકો આપતા માર મારી ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.(૮.૪)

 

(10:44 am IST)