Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભાવનગર : સિહોરમાંથી પોલીસે વિદેશી દારૂની ૧૪૪ બોટલ સાથે શખ્સ ઝડપાયો

 ભાવનગર, તા. ર૮ : મળતી વિગતો મુજબ ભાવનગર આર.આર. સેલના ઇન્ચાર્જ પી.સ.ઇ. બી.એસ. મકવાણા તથા સ્ટાફે પૂર્વ બાતમીને આધારે સિહોરમાં લીલાપીર સિંધી કેમ્પ પાસે રહેતા ઇમરાન ઉર્ફે પિન્ટુ સતારભાઇ ટાંકને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૪૪ બોટલ કિંમત રૂ. ૩૪ર૦૦ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અપહરણના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ભાવનગરમાં સગીરાના અપહરણના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ભાગતા આરોપી અજય કાળુ પરમાર ઉ.વ. રપ રહે. શામપરાસિદસર વાળાને એસ.ઓ.જી. ભાવનગરના સ્ટાફે પૂર્વ બાતમીને આધારે સુરતમાં બરોડા પ્રિસ્ટલ પાસે ધારપારનગર ખાતેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૮.૪)

 

(10:44 am IST)