Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધોરાજી શ્રીરામ ચરિત માનસ સુંદરકાંડ-ધુન મંડળનો વાર્ષિક પાટોત્સવ

ધોરાજી તા. ર૮ :..  શહેરમાં એકમાત્ર સંસ્થા સુંદર કાંડના પાઠ ઘેર ઘેર જઇ કરતી શ્રીરામ ચરિત માનસ સુંદર કાંડ-ધુન મંડળના ૩૪ વર્ષ પુર્ણ થતા ૩પ મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. આ સમયે સોરઠીયા ધોબી સમાજની વાડી જમનાવડ રોડ ખાતે ૩પ માં વાર્ષિક પાટોત્સવમાં સમુહ સુંદરકાંડના પાઠ સંસ્થાના મોભી જગદીશભાઇ બોરખતરીયા, ભીખુભાઇ ચાવડા સહિત ર૦૦ જેટલા લોકોએ સમુહ સુંદરકાંડના પાઠ સંગીતમય શૈલીમાં પાઠ કરવામાં આવેલ.

આ પ્રસંગે જગદીશભાઇ બોરખતરીયા સુંદર કાંડનો મહીમાં સમજાવતા જણાવેલ કે જે લોકો રામાયણ વાંચી શકતા નથી અને જો સુંદર કાંડના પાઠ કરે તો રામાયણ વાચ્યા સમાન છે અને સુંદર કાંડ દરેક વ્યકિતના જીવનમાં આવતી મુશ્કેલીમાં સુંદર કાંડ દરેક વ્યકિતનું જીવત પણ સુંદર બતાવે છે.

ત્યારે અમારા શ્રીરામ ચરિત માનસ સુંદરકાંઠ ધુન  મંડળના સભ્યો છેલ્લા ૩૪ વર્ષથી ઘેર ઘેર જઇ હરિનામ સંકિર્તન સાથે સાથે રામાયણમાં પાંચમો કાંડ એટલે  સુંદર કાંડના પાઠ કરી દરેક પરિવારને ધન્ય બનાવે છે.

આ સાથે સમસ્ત દેશાવટ લુહાર સમાજના અગ્રણી કિશોરભાઇ રાઠોડ, વિવેકાનંદ પરિવારના રાજૂભાઇ અરડા, વિગેરેનું સન્માન કરવામાં આવેલ હતું. (પ-૭)

(10:44 am IST)