Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જુનાગઢના મોટા કોટડામાં રૂ. ૫૪ લાખના ખર્ચે જળ વ્યવસ્થાપન સુવિધામાં વધારો

જૂનાગઢ તા. ૨૮ : રાજયમાં એક પણ ઘર એવુ ના રહે જયાં પીવાનાં પાણીની મુશ્કેલી રહે તે દિશામાં રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કામ કરી રહ્યા છે. ગામડાઓમાં ઘરે ઘરે નળ વાટે વાસ્મો પુરસ્કૃત યોજનાઓ થકી જળ વ્યવસ્થાપન થયા છે. આવી જ વિસાવદર તાલુકાનું મોટા કોટડા ગામ છે કે જયાં રાજય સરકારે ગામની પાણી વિતરણ ક્ષમતામાં વધારો કરવા અને પ્રત્યેક ઘરને જરૂરત મુજબનું પાણી પુરતા દબાણથી પહોંચતુ થાય તે માટે રૂ. ૨૫ લાખ ૧૦ હજાર નાં ખર્ચે ૧.૩૦ લાખ લીટરની ક્ષમતા વાળી ૧૨ મીટર ઉંચી ટાંકી અને લોઢ લાખ લીટરની ક્ષમતા ધરાવતો ભુગર્ભ સમ્પ અને પમ્પીંગ મશીનરી માટે આગામી દિવસોમાં કામગીરી કાર્યાન્વીત થવા કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા ઈજારેદારો પાસે ભાગ મંગાવેલ છે. આ સાથે જ ૨૮ લાખ ૯૧ હજારનાં ખર્ચે મોટા કોટડા ગામની પાણી વિતરણ માટેની ૧૩૭૨૦ મીટર પવીસી પાઇપ લાઇન, મજુરી કામ અને ઘોડી, વાલ્વ સહિતની સ્પેશ્યલ ફીટોંગ કામગીરી પણ હાથ ધરાશે, આ કામ પુર્ણ થતાં મોટાકોટડા ગામની જળવ્યવસ્થાપન સુવિધા વધુ સારી બનશે.   

વિસાવદરનાં રાવણી મુંડીયા ગામની પેયજળ વિતરણ વ્યવસ્થામાં વધારો

 જૂનાગઢ જિલ્લામાં પીવાનાં પાણીની વ્યવસ્થા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરી ગ્રામ પાણી સમિતીને ગામની પાણી વિતરણ માટેની સુવિધા આપવામાં આવે છે. ગામડામાં ઘરે નળ વાટે પાણી મળે એવી સવલત રાજયની સરકારે આપવામાં આગવી ઓળખ ઉભી કરી છે. જૂનાગઢનાં મહત્ત્।મ ગામોમાં શુધ્ધ પાણીને પહોંચતુ કરવા માળખાકીય વ્યવસ્થાઓ પાર પાડવામાં આવી છે. કેટલાક ગામોની આંતરીક જળ વ્યવસ્થાપન માટેની સવલતોમાં વધારો કરવા આયોજનો હાથ ધરાયા છે તે પૈકીનું વિસાવદર તાલુકાનું રાવણી મુંડીયા ગામ ખાતે આગામી દિવસોમાં રૂ. ૧૨૭૯૫૦૧નાં ખર્ચે પાણી વિતરણની પીવીસી પાઇપ લાઇન ફીટીંગ મજુરી કામ સાથે અને ઘોડી સિસ્ટમ, વાલ્વ, સ્પેશ્યલ સહિતની કામગીરી હાથ ધરાશે આ સાથે જ રાવણી ગામની ભુગર્ભ જળ સંગ્રહ શકિત માટે દોઢલાખ લીટરની ક્ષમતા ધરાવતો સમ્પ અને પમ્પીંગ મશીનરી પણ રૂ. ૬૦૭૧૫૦નાં ખર્ચે નાખવામાં આવશે. આ કામ પુર્ણ થતાં રાવણી મુંડીયા ગામનાં ગ્રામજનોની પાણી વિતરણની સવલતમાં વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

સોંદરડા ગામે રૂ. ૩૭.૬૬ લાખના ખર્ચે ગામની જળવ્યવસ્થાપન સુવિધા

જૂનાગઢ જિલ્લામાં પીવાનાં પાણીની વ્યવસ્થા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરી ગ્રામ પાણી સમિતીને ગામની પાણી વિતરણ માટેની સુવિધા આપવામાં આવે છે. ગામડામાં ઘરે નળ વાટે પાણી મળે એવી સવલત રાજયની સરકારે આપવામાં આગવી ઓળખ ઉભી કરી છે.આવી સવલત પ્રાપ્ત કેશોદ તાલુકાનું સોંદરડા ગામ છે સોંદરડામાં ઘરે ઘરે શુધ્ધ પીવાનું પાણીને પહોંચતુ કરવા માળખાકીય વ્યવસ્થાઓ પાર પાડવા માટે અને ગામોની આંતરીક જળ વ્યવસ્થાપન માટેની સવલતોમાં વધારો કરવા આયોજનો હાથ ધરાયા છે તે પૈકીનું આગામી દિવસોમાં રૂ. ૧૭૮૭૫૬૬નાં ખર્ચે પાણી વિતરણની પીવીસી પાઇપ લાઇન ફીટીંગ મજુરી કામ સાથે અને ઘોડી સિસ્ટમ, વાલ્વ, સ્પેશ્યલ સહિતની કામગીરી હાથ ધરાશે આ સાથે જ સોંદરડા ગામની ભુગર્ભ જળ સંગ્રહ શકિત માટે દોઢલાખ લીટરની ક્ષમતા ધરાવતો સમ્પ અને  ૮૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી ૧૨ મીટર ઊંચી ટાંકી, પમ્પીંગ મશીનરી પણ રૂ. ૧૯૮૦૧૫૫નાં ખર્ચે નાખવામાં આવશે. આ કામ પુર્ણ થતાં કેશોદ તાલુકાનાં સોંદરડા ગામનાં ગ્રામજનોની પાણી વિતરણની સવલતમાં વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

કેશોદના નૂનારડા ગામે ૯.૬૮ લાખના ખર્ચે પાણી વિતરણ માટે

૩૫૬૧ મીટર પાઇપ લાઇન થશે ફીટ

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નાનકડા નૂનારડા ગામે પેયજળ વિતરણ વ્યવસ્થા માટે જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા રૂ. ૯૬૮૨૪૫નાં ખર્ચે ૩૫૬૧ મીટર પીવીસી પાઇપ લાઇન ફીટ કરવા મજુરી સાથે તથા ઘોડી સિસ્ટમ અને વાલ્વ  સહિતની સ્પેશ્યલ કામગીરી પણ મંજુર થતા આ કામ ટુંક સમયમાં હાથ ધરાનાર હોય કામ પુર્ણ થયે નુનારડા ગામનાં ગ્રામજનોની પાણી વિતરણની સવલતમાં વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.(૨૧.૪)

(8:58 am IST)