Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગીર સોમનાથ જિલ્લામાં ઓરી - રૂબેલા રસીથી આરક્ષિત કરાશે : વેરાવળમાં વર્કશોપ યોજાયો

ગીર સોમનાથ તા. ૨૮ : વેરાવળ પ્રાંત કચેરી ખાતે આજે પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને ઓરી-રૂબેલા રસીકરણ માટે વર્કશોપ યોજાયો હતો. રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ઓરી અને રૂબેલા રોગ સામે રક્ષણ આપવા માટે યોજાયેલ વર્કશોપમાં આરોગ્ય શાખાની ટીમ દ્રારા લોકોને જાગૃત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીશ્રી રાઠોડે જણાવ્યુ હતું કે, ઓરી અને રૂબેલા રોગથી મૃત્યું પામતા બાળકોને બચાવવા માટે સરકારે રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરમાં તા. ૧૫ જૂન થી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામા આવશે. જેમાં જિલ્લાના ૯ થી ૧૫ વર્ષના આશરે ૨.૫ લાખ બાળકોને આવરી લઈ ઓરી-રૂબેલાની રસીથી આરક્ષીત કરવામા આવશે. તેઓએ વધુમાં કહ્યું કે, આ અભિયાન ૫ અઠવાડિયા સુધી કાર્યરત રહેવાની સાથે સરકારી, ખાનગી શાળાઓમાં,પંચાયત, આંગણવાડી અને મુખ્ય જાહેર સ્થળોએ આરોગ્ય શાખાની ટીમ દ્રારા બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આરક્ષીત કરવામાં આવશે. તેમજ છેલ્લે આ રસીથી વંચિત રહી ન જાય તે માટે મોબાઈલ વાનની વ્યવસ્થા કરી રસીકરણ કરવામાં આવશે. 

વાલીઓને અનુરોધ કરતા તેઓએ કહ્યું કે, બાળકોને કોઈપણ સંજોગોમાં ફરજીયાત પણે ઓરી-રૂબેલાથી રસી મુકાવવી આવશ્યક છે ૯ થી ૧૫ વર્ષના બાળકોને ગમે ત્યારે ઓરી-રૂબેલા રોગ થવાની સંભાવના રહેતી હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં એકપણ બાળક આ રસીથી વંચિત રહી ન જાય તે માટે સામાજીક સંસ્થાઓ, વાલીઓ અને આરોગ્ય શાખાની ટીમના કર્મચારીઓએ કાળજી લેવાની જરૂરીયાત છે. ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઈરસ દ્રારા ફેલાય છે. બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યું થઈ શકે છે.

જિલ્લા મેલેરીયા અધિકારી ડો.નિમાવતે નિપા વાયરસ અંગે માર્ગદર્શન અને જાણકારી આપી હતી.

નોડલ મેડીકલ ઓફિસર ડો.સીકોતરીયાએ આ વર્કશોપમાં પાવર પ્રેઝેન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી આપી ઓરી-રૂબેલા અને નિપા રોગથી જાગૃત રહેવા સમજણ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, સી.ડી.પી.ઓ. મંજુલાબેન મકવાણા અગ્રણી લખમભાઈ ભેંસલા અને આરોગ્ય શાખાની ટીમ ઉપસ્થિત રહી હતી.(૨૧.૪)

(8:58 am IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST

  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST