Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ફુડ પેકેટ પાર્સલ ની વ્યવસ્થા શરૂ

બપોરે ૧૨ થી ૧ તેમજ સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે થી પાર્સલ ગ્રહણ કરવા અનુરોધ

 મોરબી :વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો સેવા યજ્ઞ વર્ષો થી ચાલુ છે ત્યારે ગત વર્ષે લોકડાઉન સમયે સંસ્થા દ્વારા એક લાખ જેટલા ફુડપેકેટ નુ જરૂરીયાતમંદો ને ૪૦ દીવસ દરમિયાન કરવા મા આવ્યુ હતુ, ત્યારે સમગ્ર ગુજરાત ના વિવિધ શહેરો મા સરકાર શ્રી દ્વારા મીની લોકડાઉન જાહેર કરવા મા આવેલ છે ત્યારે દર્દીઓ, દર્દી ના સગાઓ તેમજ બહારગામ થી રીપોર્ટ્સ કરાવવા આવતા લોકો માટે તેમજ શહેર ના અન્ય જરૂરીયાતમંદ લોકો માટે બપોર તેમજ સાંજ ના ભોજન માટે ફુડ પેકેટ પાર્સલ ની વ્યવસ્થા કરવા મા આવેલ છે. પાર્સલ મેળવવા માટે બપોરે ૧૨ થી ૧ તેમજ સાંજે ૬:૩૦ થી ૭:૩૦ દરમિયાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણીઓ શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિત ભાઈ કક્કડ, ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ચંદ્રવદનભાઈ પુજારા,જયેશભાઈ કંસારા,ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ જણાવ્યુ છે.

(7:23 pm IST)