Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમરેલી જીલ્લામાં વધુ ર૬ દર્દીઓના મોતથી હાહાકાર

કોવિડ અને નોન કોવિડમાં મૃત્યુ અને પોઝીટીવ કેસની સંખ્યા વધતા લોકોમાં ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૬ : અમરેલી જિલ્લામાં કોવિડનો બીજો અને ત્રીજો રાઉન્ડ એક સાથે શરૂ થયા હોય તેમ કોરોનાના દર્દીઓ ઉપરાંત જે પોઝીટીવ નથી આવ્યા તેવા અનેક લોકોના અકાળે મોત થઇ રહયા છે. મંગળવારે અમરેલી શહેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના ર૬ દર્દીઓના મૃત્યુ થયા હતા અને સાથે જેમને કોરોના પોઝીટીવ નથી આવ્યા તેવા પણ ૧૦ લોકોના શહેરમાં મૃત્યુના બનાવો બન્યા છે. આ દસ ઉપરાંત  અમરેલીનાં ઇશ્વરીયા, વરસડા, કેરીયાનાગસના સ્મશાનમાં નોન કોવિડ એવા અમરેલી શહેરમાં મૃત્યુ પામી રહેલા લોકોને સ્મશાનમાં જગ્યા ન મળતા અંતિમ સંસ્કાર કરાઇ રહયા છે.

આજે અમરેલી શહેરમાં સારવાર લઇ રહેલા જુદા જુદા ગામના ર૬ કોરોનાના દર્દી તથા અન્ય ૧૦ અને રાજુલામાં બે શંકાસ્પદ તથા કુંડલાના મેકડા ગામના એક નેગેટીવ યુવાનના મળી ત્રણ અને વરૂડી ગામમાં બે  થઇ કુલ ૪૧ અંતિમવિધિ થઇ છે. અમરેલી જિલ્લામાં કોરોનાના ૮૦ નવા કેસ નોંધાયા છે તથા સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ૯૦૭ થઇ છે. જો આ તમામ લોકો સ્વયં કાળજી ન લેતો બીજા પ૦ હજાર સંક્રમીત કરી શકે છે. અમરેલીની ધરતી ઉપર જેમના અંતિમ શ્વાસ લખાયેલા હોય તેવા જિલ્લાના ગામે ગામ અને છેક ઉના જુનાગઢ ભાવનગર શહેરોમાંથી દર્દીઓ અમરેલી આવી અહીની ધરતી ઉપર અંતિમ શ્વાસ લઇ અને અહીંની જ ધરતીમાં વિલીન થઇ રહયા છે.

આ ઉપરાંત અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં કોરોના ન હોય તેવા નવ અમરેલીવાસીઓને અને કૈલાસ મુકિતધામમાં એક અમરેલીવાસીઓની અંતિમવિધિ થઇ હતી. જયારે આ ઉપરાંત અમરેલી નજીકના ઇશ્વરીયા, વરસડા, કેરીયાનાગસ ગામના સ્મશાનમાં પણ અમરેલીના નોનોકોવિડ લોકોના અંતિમ સંસ્કાર થયા હતા. જયારે અમરેલીના વરડી ગામે બે લોકો, રાજુલામાં બે શંકાસ્પદ દર્દીઓ તથા સાવરકુંડલામાં મેકડા ગામના નોન કોવિડ યુવાનનું મૃત્યુ થતા તેની અંતિમવિધિ પણ સાવરકુંડલા કરવામાં આવી હતી.

સરકાર દ્વારા અચાનક મૃત્યુ પામી રહેલા નોન કોવિડ લોકોના અચાનક મોતની તપાસ કરવી જોઇએ. કદાચ અમરેલીમાં કોવિડનો ત્રીજોર ાઉન્ડ તો બીજાની સાથે શરૂ નથી ને તે અને મૃત્યુ પામીછ રહેલા નોન કોવિડ લોકોની મેડીકલ હીસ્ટ્રી ચકાસી જાણકારી મેળવવી જોઇએ કારણ કે જેટલા કોવિડમાં મૃત્યુ પામી રહયા છે. તેના કરતા પણ વધારે નોન કોવિડ મૃત્યુના બનાવો બની રહયા હોવાનું જિલ્લાના ગામે ગામથી આવતા અહેવાલો કહી રહયા છે.

(3:16 pm IST)