Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જામનગરના જાંબુડા પાસે ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા મહિલાનું મોત : એકને ઈજા

જામનગર, તા.૨૮: પંચ એ પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ રણછોડભાઈ નકુમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૪–ર૦ર૧ ના  ફરીયાદી વિનોદભાઈના પિતા રણછોડભાઈ કરશનભાઈ નકુમ ઉ.વ.પ૭ તથા માતા મણીબેન ઉ.વ.પપ વાાળ હિરો સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–બી.એમ.–૪૬૪૧ વાળું લઈ શેખપાટ થી ખીરી ગામ મોગલ માતાજીના મંદિરે દર્શન અર્થે જતા હતા દરમ્યાન જાંબુડા ગામથી આગળ આવતા ઈટુના ભઠ્ઠા પાસે હાઈવે રોડ પર પહોંચતા પાછળથી આવતા આરોપી ટ્રક– ટ્રેલર નં. જી.જે.–૧–સી–એકસ–૧૬૩ર ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદી વિનોદભાઈના માતા–પિતાને મોટરસાયકલ સહિત હડફેટે લઈ અકસ્માત કરી રોડ ઉપર પછાડી દેતા ફરીયાદી વિનોદભાઈના પિતાને માથામાં તથા શરીરે ગંભીર ઈજા ફેકચર થતા તેમજ ફરીયાદી વિનોદભાઈના માતા મણીબેન ટ્રક– ટ્રેલરના જોટા નીચે આવી જતા મોત નિપજાવી ગુનો કરેલ છે.

દારૂની બોટલ  સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૪–ર૦ર૧ ના હનુમાન ટેકરી, સરકારી શાળા પાસે, જામનગરમાં આરોપી સુરેશભાઈ દિલીપભાઈ રાઠોડ, રે. જામનગર વાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ઈમપ્રીલ બ્લુ વ્હીસ્કી ફોર સેલ ઈન દાદરનગર હવેલી  એન્ડ દમણ એન્ડ દિવ બ્રાંડનો બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– નો રાખી ગુનો કરેલ છે.

મીયાત્રા ગામના પુલીયા પાસે દારૂની બોટલ સાથે ઝડપાયો

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેશભાઈ હરીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૪–ર૦ર૧ મીયાત્રા ગામના પુલીયા પાસે, જામનગરમાં કિશોરસિંહ જીતુભા ઝાલા, રે. વિજરખી ગામવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં મુનવોક પ્રીમીયમ ડ્રાય જીન ફોર સેલ ઈન હરિયાણા ઓનલી લખેલ ૭પ૦ મીલી તથા ૪ર.૮ ટકા આલ્કોહોલ માત્રાવાળી કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી જાહેરમાં નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ગીંગણી ગામે દારૂની બોટલ સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮–૪–ર૦ર૧ ગીંગણી ગામ હાઈસ્કુલના ગેઈટ પાસે આરોપી અક્ષય દિનેશભાઈ સાપરીયા, રે. ગીંગણી ગામવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં વિદેશી દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની પોતાના કબ્જામાં રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

(3:15 pm IST)