Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલની જામવાડી જી.આઇ.ડી.સી.માં એલ.સી.બી.નો દરોડોઃ ર૪ લાખના દારૂ સાથે ૮ શખ્સો ઝડપાયા

એલ.સી.બી.ના પી.આઇ. અજયસિંહ ગોહીલની બાતમીઃ કારખાનાના ગોડાઉનમાંથી ટ્રક, મેટાડોર, કાર અને દારૂનો જથ્થો મળી ૪૦.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ર૮ : ગોંડલની જામવાડી જી.આઇ.ડી.સી.માં એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે વિદેશીદારૂના કટીંગ વખતે દરોડો પાડી ટ્રક, મેટાડોર અને કારમાંથી રૂ. ર૪,૦૪,૮૦૦ ની કિંમતની દારૂની ૭૬૪૮ બોટલ સાથે આઠ શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગનો મુજબ રૂરલ એસ.પી. બલરામ મીનાની સુચના થી રૂરલ એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ, વી.એમ.કોલાદરા, એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ ૬૬ કે.વી. જામવાડી સબ સ્ટેશનની બાજુમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ગોલ્ડન એગ્રી એક્ષપોર્ટ નામના કારખાનાની બાજુમાં આવેલ. ગોડાઉન (શેડ) માં ધવલભાઇ રસીકભાઇ સાવલીયા બહારથી ૭ માણસો બોલાવી વીદેશીદારૂનું કટીંગ કરી ગાડીઓમાં હેરફેર કરતા હોવાની હકીકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા ધવલ રસીકભાઇ સાવલીયા (રહે. રાજકોટ કોઠારીયા રોડ) સાદાબ મુન્તીયાઝભાઇ ખાન (રહે. રાજકોટ ગોંડલ ચોકડી રાજકમલ પેટ્રોલપંપ પાસે) રાહુલ અમરતલાલ માલી (રહે. અમદાવાદ મેઘાણીનગર ચમનપુરા મોહનલાલ વકીલની ચાલીમાં) રસુલ નવાબભાઇ થાન (રહે. રાજકોટ, ગોંડલ ચોકડી રાજકમાલ પેટ્રોલપંપ પાસે), હરીશ બાબુલાલ માલી (રહે. અમદાવાદ ચમનપુરા રામચંદ્ર કોલોની) લોકેશન લાલુરામજી રેગર (રહે. ચીતોડગઢ મંગલવાર ચોરાયા જી.ચીતોડગઢ રાજસ્થાન) રામલાલ ચુનીલાલજી મેઘવાળ (રહે. મેરવણ તા.ડુંગલા જ.ચીતોડગઢ રાજસ્સથાન) તેમજ હસમુખ રમેશભાઇ વાઘેલા(રહે. અમદાવાદ મેઘાણીનગર ચમનપુર) ને વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ બોટલ નંગ ૭૬૪૮ કી.રૂ.ર૪,૦૪,૮૦૦, અશોક લેલેન્ડ, ટાટા ૪૦૭ તેમજ હયુન્ડાઇ આઇ ર૦ કાર મળી કુલ રૂ.૧૬૦૦૦૦૦, મોબાઇલ ફોન ૭ કી.રર૦૦૦, રોકડા રૂપિયા ૧પ,૧૦૦ મળી કુલ કિ. રૂ. ૪૦,૪૧,૯૦૦ ના મુદ્દામલ સાથે પકડી લઇ કાર્યવાહી હાથ ધરી હતી ધવલ રસીકભાઇ સાવલીયા (રહે. રાજકોટ કોઠારીયા રોડ) અગાઉ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થાના ગુન્હાઓમાં પકડાયેલ છે.

આ દરોડામાં રૂરલ એલસીબી પી.આઇ એ. આર. ગોહિલ, પીએસઆઇ વી. અમ. કોલાદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રીવેદી, રહીમભાઇ દલ, મેહુલભાઇ બારોટ, એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, રાયધનભાઇ ડાંગર જોડાયા હતા.

(1:14 pm IST)