Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેરઃ બે દિવસમાં પર૦ કેસઃ જુનાગઢમાં ૮ દર્દીએ દમ તોડયો

બીજા દિવસે પણ જિલ્લામાં રર૦ દર્દી સ્વસ્થ થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : જુનાગઢમાં જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થવાને બદલે વધ્યો છે અને ર૪ કલાકમાં ર૬૧ નવા કેસ નોંધાવાની સાથે માત્ર જુનાગઢમાં જ પાંચ દર્દીએ દમ તોડતા અરેરાટી વ્યાપી ગઇ છે.મંગળવારે જિલ્લાના જુનાગઢ સીટીના ૧૩૩, જુનાગઢ ગ્રામ્ય ૩૩, કેશોદ ૧પ, ભેંસાણ ૯, માળીયા ૩૧, મેંદરડા ૭, માણાવદર ૧૬, માંગરોળ ૬, વંથલી ૯ અને વિસાવદરના ૧ર કેસ સહિત જિલ્લાના કુલ નવા ૧૬૧ કેસની એન્ટ્રી થઇ હતી.નવા ર૬૧ કેસની સામે ગઇકાલે પણ રર૦ દર્દી સ્વસ્થ થયા હતા. જેમા જુનાગઢ સીટીના ૧૧પકોવીડ દર્દીઓનો સમાવેશ થાય છે.

બીજી તરફ જુનાગઢમાં બે દિવસમાં આઠ દર્દીના મૃત્યુ થયા હતા. જેમાં ગઇકાલે જુનાગઢ સીીટીના ત્રણ અને જુનાગઢ ગ્રામ્યના બે દર્દીના મોતનો સમાવેશ થાય છે.

કોરોનાના કહેર વચ્ચે હજુ પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોની હાલત કફોડી છે. જયાં અત્યારે  પણ પગ મુકવાની જગ્યા મળવી મુશ્કેલ છે. કોવીડ દર્દીઓ દરરોજ એટલા વધી રહયા  છે કે જેનાથી પર્યાપ્ત સુવિધાઓ અપુરતી સાબિત થઇ રહી છે.

દરમિયાન જુનાગઢ શહેર અને ગ્રામ્યમાંરસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૬૩૩૮પ અને જુનાગઢ ગ્રામ્યના ૧,૮૯,૬૯૦ મળી કુલ ર,પ૩,૦૭પ લોકોનું રસીકરણ થયુ છે.

(1:11 pm IST)