Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કંતાનના કોથળાના કવરીંગ નીચે છુપાવેલ પોણા પાંચ લાખનો દારૂ ભરેલ વાહન ધ્રાંગધ્રા પાસે ઝડપાઇ ગયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૮ : ધ્રાંગધ્રા - માલવણ નેશનલ હાઇવે, હરીપર ફાટક પાસે રોડ ઉપરથી કંતાનના કોથળાના કવરીંગ નીચે વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પીકપ ગાડી સાથે વિદેશી દારૂની હેરાફેરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરએ પકડી પાડેલ છે.

વિદેશી દારૂની બોટલો ૭૫૦ મીલીની બોટલો નંગ-૧૧૨૭ કી.રૂ.૪.૭૬ ૫૬૫/- તથા યુટીલીટી બોલેરો ગાડી કી.રૂમ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૩૫૦૦/- તથા રોકડા રૂા ૧૮૦૦/- તથા આધારકાર્ડ વિગેરે મળી કુલ ૩૫.૮,૮૧,૮૬૫/- ના મુદામાલ સાથે બે ઇસમ ઝડપાયા છે.

હાઇવે રોડ ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનો કવરીંગ સાથે વીદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્રારા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવી આરોપીઓ (૧) માંગીલાલ પુનમારામ ભાખર જાતે જાટ ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે પુરાવા, ભાખરો કી ધાની તા.ધોરીમન્ના જીલ્લો બાડમેર (૨) હુકમારામ પુવારામ પુનીયા જાટ ઉવ.૨૧ ધંધો અભ્યાસ રહે.રામજી કા ગોલ, તા.ધોરીમન્ના જીલ્લો બાડમેર વાળાઓના કબજા ભોગવટા વાળી સફેદ કલરની યુટીલીટી બોલેરો પીકઅપ ગાડી રજી. નં. જી.જે-૧૮-બીટી-૬૫૬૦ વાળીમાં કંતાનના કોથળાની આડમાં  વિદેશી દારૂ જથ્થો જેમાં (૧) રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલો નંગ-૩૭૨ કી.રૂ.૧,૯૩,૪૪૦/- (૨) મેકડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલો નંગ ૭૫૫ કી.રૂ.૨,૮૩,૧૨૫/- મળી કુલ બોટલો નંગ-૧૧૨૭ કી.રૂ.૪,૭૬,૫૬૫/- મળી કુલ રૂ.૮,૮૧,૮૬૫/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમજ સદરહું વિદેશી દારૂનો જથ્થો રાજુભાઇ  વાળાએ આબુરોડ ખાતેથી ભરાવી આપી ગુનો કરેલ હોય પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલે તે ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા એ.એસ.આઇ. નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:41 am IST)