Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલના દેરડી(કુંભાજી) પંચ ધ્વજ હનુમાનજી મંદિરે સાદાઇથી હનુમાન જયંતિની ઉજવણી

(અશોક પટેલ દ્વારા) મોવિયા, તા.૨૮: દેરડીકુંભાજીના પંચ ધ્વજ હનુમાનજી મંદિરે મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદ કરી સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. દેરડીકુંભાજીના તમામ હનુમાનજી મંદિર તેમજ પંચ ધ્વજ હનુમાનજી મંદિરે, હનુમાન જયંતીની ઉજવણી સવારે બે પાંચ વ્યકિતઓએ વિશેષ પૂજન અર્ચન વિધિ સાથે પૂજારી દ્વારા કરવામાં આવી હતી.

આ વર્ષ હનુમાન જયંતી નિમિત્તે ધામધૂમ અને બટુક ભોજનના કાર્યક્રમો બંધ રાખી માત્ર સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ હતી. મોટે ભાગે ઘરે બેઠા જ ભાવિકોએ પૂજન અર્ચન કરીને ઉજવણી કરી હતી.

(11:39 am IST)